2 જુન, (SportsMirror.in), મુંબઇ : પહેલી ટેસ્ટમાં પાકિસ્તાન સામે શર્મનાક હાર થયા બાદ બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ટીમે મેચમાં શાનદાર વાપસી કરી છે. ત્યારે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને પુર્વ સુકાની એલિસ્ટર કુકે મેદાન પર ઉતરતાની સાથે જ સૌથી જુનો અને મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો. એલિસ્ટર કુકે સતત 154 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. આ પહેલા સૌથી વધુ સતત 153 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પુર્વ સુકાની સ્વ. એલન બોર્ડરના નામે હતો. આમ મેદાન પર ઉતરતાની સાથે જ કુકે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની એલન બોર્ડરના રેકોર્ડને પાછળ છોડી દીધો.

જેમણે 1979થી 1994 સુધી પોતાના દેશની તરફથી સતત 153 ટેસ્ટ મેચ રમ્યા હતા. એલન બોર્ડન અને એલિસ્ટર કુકના રેકોર્ડની વાત કરીએ તો એલન બોર્ડરે વર્ષ 1979 થી લઇને વર્ષ 1994 સુધી એક પણ ટેસ્ટ મેચ ગુમાવ્યા વગર સતત 153 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ નોંધાવ્યા હતો. ત્યારેથી લઇને આજ સુધી આ રેકોર્ડ અકબંધ રહ્યો હતો. પરંતુ ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડના આ સ્ટાર ક્રિકેટર એલિસ્ટર કુકે અંતે 25 વર્ષ બાદ તેમનો રેકોર્ડ તોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. એલિસ્ટર કુકે વર્ષ 2006 થી લઇને હાલ વર્ષ 2018માં રમાઇ રહેલી પાકિસ્તાન સામેની ટેસ્ટ સીરીઝમાં બીજી ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ સતત 154 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો. આ પહેલા પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરતા તેણે એલન બોર્ડના સતત 153 મેચ રમવાના રેકોર્ડની બરોબરી કરી દીધી હતી.

Photo Source : Google

એલિસ્ટર કુકની વાત કરીએ તો પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતર્યો ત્યારે જ એલન બોર્ડનો રેકોર્ડ તોડી શક્યો હોત. પરંતુ કુક એ ભારતની વિરૂદ્ધ નાગપુરમાં 1 થી 5 માર્ચ 2006 ની વચ્ચે રમાયેલ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને આ મેચમાં સદી પણ ફટકારી હતી. પરંતુ બીમાર થયા બાદ તેઓ સીરીઝની અંતિમ ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો. કુક એ ત્યારબાદ ઇંગ્લેન્ડની તરફથી દરેક ટેસ્ટ મેચ રમ્યો છે. તેના નામ પર હેડિંગ્લે ટેસ્ટ શરૂ થઇ તે પહેલાં સુધી 155 મેચોમાં 1209 રન નોંધાવ્યા હતા. તેમાં 32 સદી પણ સામેલ છે. જયારે બોર્ડર પોતાની 153 મી ટેસ્ટ મેચ રમ્યા હતા ત્યારે તે 38 વર્ષના હતા અને કુક હજુ 33 વર્ષનો છે. લૉર્ડસ ટેસ્ટ મેચમાં કુક એ પહેલી ઇનિંગ્સમાં 70 રન બનાવ્યા પરંતુ બીજી ઇનિંગ્સમાં તે માત્ર એક રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પાકિસ્તાને આ ટેસ્ટ 9 વિકેટથી જીતી બે મેચોની શ્રેણીમાં 1-0ની આગળ રહ્યું.

સતત ટેસ્ટ મેચ રમવના રેકોર્ડના મામલામાં કુક અને બોર્ડર બાદ ઑસ્ટ્રેલિયાનો માર્ક વૉ 107 ટેસ્ટ, ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર 106 ટેસ્ટ અને ન્યુઝીલેન્ડના બ્રેંડન મૈકુલમ 101 ટેસ્ટ મેચ રમ્યા છે. મૈકુલમે પોતાની કેરિયરની શરૂઆત કરી ત્યારથી સંન્યાસ લીધો ત્યાં સુધી કયારેય કોઇ ટેસ્ટ મેચમાંથી બહાર રહ્યા નથી. આમ આ રીતે એડમ ગિલક્રિસ્ટે પણ પોતાના પદાર્પણ બાદ સતત 96 ટેસ્ટ મેચ રમી ક્રિકેટના આ પ્રારૂપને અલવિદા કહી. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર એબી ડિવિલિયર્સ એ પદાર્પણ બાદ સતત 98 ટેસ્ટ મેચ રમ્યા પરંતુ દીકરાના જન્મના લીધે એક ટેસ્ટ મેચ રમી શકયા નહોતા. તે કુલ 114 ટેસ્ટ મેચ રમયો.

 

સતત ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ
ક્રમ      ખેલાડી                      દેશ               સતત ટેસ્ટ મેચ  સમય
1)       એળિસ્ટર કુક               ઇંગ્લેન્ડ           154*               2006- ચાલુ
2)       એલન બોર્ડર               ઓસ્ટ્રેલિયા       153               1979-1994
3)       માર્ક વો                     ઓસ્ટ્રેલિયા       107               1993-2002
4)       સુનિલ ગાવસ્કર           ભારત            106               1975-1987
5)       બ્રેંડન મેક્કુલમ             ન્યુઝીલેન્ડ        101               2004-2016
6)       એબી ડિ વિલિયર્સ         દક્ષિણ આફ્રિકા    98                2004-2015
7)       એડમ ગિલક્રિસ્ટ           ઓસ્ટ્રેલિયા       96                1999-2008
8)       રાહલુ ડ્રવિડ                ભારત            93                1996-2005
9)       મહેલા જયવર્ધને          શ્રીલંકા            93                2002-2013
10)      ગુન્ડપ્પા વિશ્વનાથ        ભારત            87                1971-1983