23 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : દુબઇમાં ચાલી રહેલી એશિયા કપમાં આજે ભારત પોતાના ટક્કર હરીફ એવા પાકિસ્તાન સામે બીજી વખત ટકરાશે. આ પહેલાં 19 સપ્ટેમ્બરે ભારતે 8 વિકેટે પાકિસ્તાનને હરાવ્યું હતું. આજે જે ટીમ જીતશે તે ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લેશે. ભારતે સુપર 4ની પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. તો પાકિસ્તાને અફઘાનિસ્તા સામે જીત મેળવી છે. આજે હારનારી ટીમ જો ફાઈનલમાં જગ્યા બનાવવા માંગશે તો તેને સુપર-4નો છેલ્લો મુકાબલો કોઈ પણ કાળે જીતવો જ પડશે.

10 વર્ષ પછી સુપર 4માં બંને ટીમ આમને સામને
1) ભારત અને પાકિસ્તાન 10 વર્ષ પછી એક એશિયા કપમાં બીજી વખત સામસામે રમશે. આ પહેલાં વર્ષ 2008માં પાકિસ્તાનમાં થયેલાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મુકાબલા થયાં હતા. ત્યારે પહેલી મેચમાં ભારત અને બીજી મેચ પાકિસ્તાન જીત્યું હતું.

2) ભારતીય જો આ મેચમાં પાકિસ્તાનને હરાવી દે છે તો 10મી વખત એશિયા કપના ફાઈનલમાં જગ્યા બનાવશે. છેલ્લી નવ ફાઈનલમાં ભારતને 6માં જીત અને ત્રણમાં હાર મળી છે. છેલ્લાં ભારત 2016માં (ટી-20 ફોર્મેટ)માં એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું.

3) ઈજાગ્રસ્ત હાર્દિક પંડયાની જગ્યાએ રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશ વિરૂદ્ધ ચાર વિકેટ લઈને પોતાની દાવેદારી રજૂ કરી છે. એવામાં હોંગકોંગ વિરૂદ્ધ ત્રણ વિકેટ લેનાર ખલીલ અહેમદને પણ તક મળી શકે છે.

4) બેટ્સમેનમાં શિખર ધવન નંબર એક પર છે. તેને ત્રણ મેચમાં એક શદીની મદદથી 213 રન બનાવ્યાં છે. રોહિત ચોથા સ્થાને છે. તેને ત્રણ મેચમાં 158 રન બનાવ્યાં છે. રોહિતના નામે બે હાફ સેન્ચુરી છે.

5) ભારતીય ટીમના કોમ્બિનેશનમાં બદલાવ સંભાવના ઓછી છે. કેપ્ટન રોહિત શર્મા બે ફાસ્ટ બોલસ અને ત્રણ સ્પીનરની સાથે મેદાનમાં ઉતરી શકે છે. દુબઈની પિચ પણ સ્લો છે, જેને કારણે સ્પિનર્સને વધુ મદદ મળી રહી છે.

6) બોલર્સમાં 7 વિકેટ ઝડપીને રાશિદ ખાન પહેલા ક્રમે તો 6 વિકેટ સાથે ભુવનેશ્વર બીજા ક્રમે છે. જસપ્રીત બુમરાહએ 5 અને રવિન્દ્ર જાડેજાના 4 વિકેટ ઝડપી ચુક્યા છે. જ્યારે કેદાર જાધવ, કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે ત્રણ-ત્રણ વિકેટ લીધી છે.

સંભવિત ટીમો
ભારતની સંભવીત ટીમ:
રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, અંબાતી રાયુડૂ, દિનેશ કાર્તિક, એમએસ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ખલીલ અહેમદ

પાકિસ્તાનની સંભવીત ટીમ:
સરફરાઝ અહેમદ (કેપ્ટન), ઇમામ ઉલ હક, ફખર જમાન, બાબર આઝમ, શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, હસન અલી, મોહમ્મદ આમિર, મોહમ્મદ નવાઝ, શાહિન આફ્રિદી.