30 સપ્ટેમ્બર, (SportsMirror.in) દુબઇ : ભારતે બાંગ્લાદેશને હરાવી 7મી વખત એશિયા કપ જીતી લીધો છે. ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 3 વિકેટે હરાવ્યું હતું. રોમાંચક મેચનો નિર્ણય અંતિમ બોલે થયો હતો. મેચમાં ભારતને જીતવા માટે 223 રનનો પડકાર મળ્યો હતો, જેને 7 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્મા (48), દિનેશ કાર્તિક (37) અને એમએસ ધોની (36) મહત્વની ઇનિંગ રમી હતી. તે બાદ ભૂવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ 52 રનની મહત્વની ભાગીદારી કરી હતી, તેમના આઉટ થયા બાદ કેદાર જાધવ અને કુલદીપે મળીને ટીમને જીત અપાવી હતી. આ પહેલા ભારતે બાંગ્લાદેશને 48.3 ઓવરમાં 222 રનમાં ઓલ આઉટ કરી નાખી હતી. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી.

અંતિમ ત્રણ ઓવરનો રોમાંચ

1) 47 ઓવર પૂર્ણ થવા સુધી ટીમ ઇન્ડિયાનો સ્કોર 5 વિકેટે 210 રન હતો અને તેને જીતવા માટે 18 બોલમાં 13 રનની જરૂર હતી. અહીંથી ભારતની જીત ઘણી આસાન લાગતી હતી પરંતુ

ત્યારે જાડેજા આઉટ થયા બાદ મેચ પલટી ગઇ હતી અને બાંગ્લાદેશની ટીમ એક વખત ફરી ભારે પડી હતી.
2) તે બાદ બોલ દરેક બોલ મેચ પલટાતી રહી હતી. ક્યારેક તે ભારત તરફ આવતી તો ક્યારેક બાંગ્લાદેશ તરફ જતી હતી. અંતે મેચનો નિર્ણય અંતિમ ઓવરના અંતિમ બોલ પર થયો હતો.
3) મેચમાં સદી ફટકારનારા લિટન દાસને મેન ઓફ ધ મેચ અને શિખર ધવનને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

 

50મી ઓવર: બોલર- મહમદુલ્લાહ (જીત માટે 6 બોલમાં 6 રનની જરૂર)

49.1 ઓવર- મહમદુલ્લાહના બોલ પર કુલદીપે 1 રન લીધો
(બોલ બાકી- 5, જરૂરી રન-5)

49.2 ઓવર- મહમદુલ્લાહના બોલ પર જાધવે 1 રન લીધો
(બોલ બાકી- 4, જરૂરી રન-4)

49.3 ઓવર- મહમદુલ્લાહના બોલ પર કુલદીપે 2 રન લીધા
(બોલ બાકી- 3, જરૂરી રન-2)

49.4 ઓવલ- મહમદુલ્લાહના બોલ પર કુલદીપ કોઇ રન ના લઇ શક્યો
(બોલ બાકી- 2, જરૂરી રન-2)

49.5 ઓવર- મહમદુલ્લાહના બોલ પર કુલદીપે 1 રન લીધો
(બોલ બાકી- 1, જરૂરી રન-1)

49.6 ઓવર- મહમદુલ્લાહના બોલ પર જાધવે 1 રન લઇ ભારતને 3 વિકેટે જીત અપાવી

મેચ સમરી:
બાંગ્લાદેશ : 222/10 (48.3 ઓવર) (લિટન દાસ-121, સોમ્ય સરકાર-33, હસન-32)
ભારત : 223/7 (50 ઓવર), (રોહિત શર્મા-48, કાર્તિક 37, ધોની- 36)