15 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતના દિગ્ગજ ખેલાડી (Kidambi Srika કિદાંબી શ્રીકાંતને ક્વાર્ટર ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે જ જાપાન ઓપનમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે. ઓલિમ્પિક અને એશિયન ગેમ્સની મેડલિસ્ટ પી.વી. સિંધુ અને પ્રણય ગુરૂવારે જ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા હતા. કિદાંબી શ્રીકાંતને શુક્રવારે દક્ષિણ કોરિયાના લી ડોંગ કેઉન સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો. લી ડોંગનું વર્લ્ડ રેન્કિંગ 33 છે, જ્યારે શ્રીકાંત વિશ્વમાં 8મા ક્રમે છે.

1.19 કલાકની મેરેથોન મેચમાં શ્રીકાંત આગળ હોવા છતા હાર્યો
કિદાંબી શ્રીકાંત અને લી ડોંગ વચ્ચેની સેમિફાઈનલ મેરેથોન મેચ રહી. લી ડોંગે 7 લાખ ડોલરની ઈનામી રકમ ધરાવતી આ ટૂર્નામેન્ટમાં શ્રીકાંતને એક કલાક અને 19 કલાક સુધી ટક્કર આપીને મેચ જીતી હતી. તેણે શ્રીકાંતને 21-19, 16-21, 18-21થી હરાવ્યો હતો. શુક્રવારની આ મેચ સૌથી લાંબી રહી હતી.

ભારતીય ખેલાડીએ મેચમાં સારી શરૂઆત કરી હતી. તેણે કોરિયાના લી ડોંગ કેઉનને પ્રથમ ગેમમાં 21-19થી હરાવ્યો હતો. કોરિયન ખેલાડીએ બીજી ગેમ 21-16થી જીતી લઈને ગેમ 1-1 કરી દીધી હતી. ત્યાર બાદ તેણે ત્રીજી અને નિર્ણાયક ગેમ પણ 21-18થી પોતાને નામ કરી લીધી હતી.

 

ડબલ્સમાં પણ ભારતીય જોડીઓનો પરાજય
પુરુષ ડબલ્સમાં પણ ભારતીય ખેલાડી આગળ વધવામાં નિષ્ફળ રહ્યા છે. મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જોડી પ્રી ક્વાર્ટરમાં હારી ગઈ હતી. મિક્સ્ડ ડબલ્સમાં પણ ભારતીય ખેલાડી ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી શક્યા ન હતા. પ્રણવ જેરી ચોપડા અને એન. સિક્કી રેડ્ડીની જોડીને મિક્સ્ડ ડબલ્સમાં બીજા રાઉન્ડમાં જ પરાજયનો સમાનો કરવો પડ્યો હતો.