15 સપ્ટેમ્બર (SportsMirror.in), મુંબઇ : સાફ કપ ફુટબોલ ટુર્નામેન્ટની આજે રમાયેલી ફાઇનલ મેચમાં મેજર અપસેટ સર્જાતા માલદિવ ટીમે 2-1 થી 7 વાર ચેમ્પિયન ભારતને હાર આપીને ઇતિહાસમાં બીજીવાર ચેમ્પિયન બન્યું હતું. મેચમાં માલદિવે શાનદાર શરૂઆત કરી હતી અને 19મી  મિનિટે ગોલ કરી મેચની શરૂઆત કરી હતી.
માલદીવે 19મી મિનિટે ઇબ્રાહિમ હુસાને પહેલો ગોલ કરીને ટીમની શાનદાર શરૂઆત કરાવી હતી. જોકે ત્યાર બાદ ભારતીય ટીમે મજબુત ટક્કર આપી હતી અને પહેલા ગોલ સુધી કોઇ પણ ગોલ થઇ શક્યો ન હતો. પહેલા હાફ સુધી સ્કોર 1-0 રહ્યો હતો. બીજા હાફમાં ભારતના સ્ટ્રાઇક માલદીવના ડિફેન્સને પહોચી વળવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ માલદીવા અલી અસીરે બીજો ગોલ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી.
ભારત તરફથી મેચમાં એક માત્ર ગોલ ઇંજરી ટાઇમાં સુનિત પાસીએ કર્યો હતો. પણ ત્યારે ઘણું મોડુ થઇ ગયું હતું. ત્યાર બાદ મેચ રેફરીએ મેચ પુરી થવાની જાહેરાત કરી દીધી હતી અને આ સાથે સાતવારની ચેમ્પિયન અને ગત ચેમ્પિયનનો ખિતાબ બચાવવામાં ભારત નિષ્ફળ રહ્યું હતું. આમ માલદીવે જીત સાથે બીજીવાર સાફ કપનું ટાઇટલ જીત્યું હતું.