1 ઓક્ટોબર, (SportsMirror.in), મુંબઇ : એશિયા કપ પૂર્ણ થઇ ગયો છે. આગળની મોટી ટૂર્નામેન્ટ 2019માં ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડકપ છે. આ ટૂર્નામેન્ટ માટે શું ભારતીય ટીમ પુરી રીતે તૈયાર છે? ભારતીય ટીમનો ટોપ ઓર્ડર અને બોલર તો સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે પરંતુ મિડલ ઓર્ડર ચાલી શકતો નથી. 2017થી ટીમે 10 વન ડે સિરીઝમાં 11 હજાર 241 રન બનાવ્યા છે. જેમાં મિડલ ઓર્ડર (4,5 અને 6 નંબર)નું યોગદાન માત્ર 2 હજાર 887 રન છે. આ કુલ રનના 25.68% જ છે.

Photo Source : Google

પાંચ વર્ષથી મિડલ ઓર્ડર શાનદાર પ્રદર્શન નથી કરી શક્યું
ભારતીય ટીમમાં મિડલ ઓર્ડરના સારા પ્રદર્શનની સમસ્યા 2013માં યુવરાજ સિંહના બીમાર થયા બાદ શરૂ થઇ છે. આ દરમિયાન મનિષ પાંડે, અંબાતી રાયુડૂ, કેએલ રાહુલ, સુરેશ રૈના, દિનેશ કાર્તિક અને અજિંક્ય રહાણે તમામને ચોથા નંબર પર અજમાવવામાં આવ્યા પરંતુ તે યોગ્ય પ્રદર્શન નથી કરી શક્યા.

1) વર્લ્ડકપ માટે મિડલ ઓર્ડરમાં અંબાતી રાયુડૂ, મનિષ પાંડે, દિનેશ કાર્તિક અને એમએસ ધોનીમાંથી કોઇ 2 ખેલાડીને અંતિમ ઇલેવનમાં જગ્યા આપવામાં આવી શકે છે. મનિષ પાંડેને વર્લ્ડકપની ટિકિટ ત્યારે જ મળશે જ્યારે તે ઘરેલુ ક્રિકેટ અથવા આગામી વન ડે સિરીઝમાં સારૂ પ્રદર્શન કરશે.

2) ગત 21 મહિનામાં મિડલ ઓર્ડર બેટ્સમેન માત્ર ત્રણ સદી ફટકારી શક્યા છે. ત્રણેય સદી ગત વર્ષે જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સિરીઝમાં યુવરાજ, ધોની અને કેદાર જાધવે ફટકારી હતી. તે બાદ એક પણ સદી લાગી નથી.

3) છઠ્ઠા અને સાતમા સ્થાન પર કેદાર જાધવ, હાર્દીક પંડ્યા અને રવીન્દ્ર જાડેજામાંથી કોઇ 2ની પસંદગી થઇ શકે છે. કેદારનું પ્રદર્શન બેટ્સમેન તરીકે ગત વર્ષે જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સારૂ રહ્યું હતું. હાર્દિક પંડ્યા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં અડધી સદી ફટકાર્યા બાદ કઇ ખાસ કરી શક્યો નથી.

4) મિડલ ઓર્ડરમાં એમએસ ધોની સિવાય બીજા બેટ્સમેન સતત રમી શકતા નથી પરંતુ તાજેતરના આંકડા પૂર્વ કેપ્ટનનો સાથ નથી આપતા. ધોની ગત 17 વન ડેમાંથી એક વખત પણ 50નો આંકડો પાર કરી શક્યો નથી, તેને અંતિમ વખત અડધી સદી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફટકારી હતી.

5) વર્લ્ડકપમાં ભારત 18 સભ્યોની ટીમ મોકલી શકે છે. જેમાં છ બેટ્સમેન, 2 વિકેટકીપર, ત્રણ ઓલ રાઉન્ડર, બે સ્પિનર અને પાંચ ફાસ્ટ બોલર સામેલ થઇ શકે છે. ઓપનિંગ માટે રોહીત શર્મા અને શિખર ધવન ફિટ છે. જેમાંથી કોઇની ગેરહાજરીમાં લોકેશ રાહુલ સારો વિકલ્પ બની શકે છે. ત્રીજા નંબરે વિરાટ કોહલીનું સ્થાન નક્કી છે.

6) ભારતે એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ટૂર્નામેન્ટમાં તેની માટે કેટલીક વસ્તુ સિવાય અંબાતી રાયુડૂની શાનદાર બેટિંગ સકારાત્મક રહી હતી. રાયુડૂએ લગભગ 2 વર્ષ બાદ વન ડે મેચ રમી હતી જેમાં 2 અડધી સદી ફટકારી હતી. રાયુડૂએ છ મેચમાં 175 રન બનાવ્યા હતા. રાયુડૂ આ આઇપીએલમાં પણ શાનદાર ફોર્મમાં હતો, તેને ચોથા નંબર પર રમાડવામાં આવી શકે છે.

7) મિડલ ઓર્ડરમાં શરૂઆતના ત્રણ બેટ્સમેનોનું પ્રદર્શન સારૂ રહ્યું છે. ટીમના 11 હજાર 241 રનમાંથી 6 હજાર 948 રન તો માત્ર શરૂઆતના ત્રણ બેટ્સમેનોના નામે છે. માટે ટીમ મેનેજમેન્ટ ઉપરના ક્રમને લઇને વધુ ચિંતિત નહી રહે.

8) ગત પાંચ વન ડે સિરીઝમાં ભારત માટે ત્રણ ખેલાડીઓએ ડેબ્યૂ કર્યુ. જેમાં સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહેમદ અને દીપક ચહર સામેલ છે. જેમાં ખલીલ ટીમમાં લાંબા સમય સુધી ટકી શકે છે.ડાબા હાથનો ફાસ્ટ બોલર હોવુ તેના ફાયદામાં છે.

ક્રિકેટના તમામ સમાચારો જાણવા માટે www.SportsMirror.in Subscribe કરો.