20 સપ્ટેમ્બર, (SportsMirror.in), દુબઇ : એશિયા કપમાં ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં હાર્દીક પંડ્યા ઇજાગ્રસ્ત થયા બાદ તે પુરી ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. તો અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર પણ ઇજાગ્રસ્ત થતા તે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છે. જેને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડે ત્રણ ખેલાડીઓને ટીમમાં સમાવવાની જાહેરાત કરી છે.

બીસીસીઆઈએ જણાવ્યું કે, “ભારતીય ટીમમાં હાર્દિક, અક્ષર અને શાર્દુલના સ્થાને એશિયા કપ માટે હવે દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા અને સિદ્ધાર્થ કૌલને સામેલ કરવામાં આવ્યા છે.” બીસીસીઆઈએ વધુમાં જણાવ્યું કે, “ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન પીઠમાં ગંભીર ઈજા પહોંચી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઈજાની તપાસ કરી રહી છે. આ ઈજાને કારણે તે એશિયા કપમાં બાકી રહેલી મેચ રમી શકશે નહીં.”