મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન પત્ની સાગરીકા ઘાટગે સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહ્યો છે. આ દરમિયાન સાગરિકાએ પતિ ઝહીરની એક તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી જેની પર કેટલાક લોકોએ કોમેન્ટ કરી હતી. ઝહીરની તસવીર પર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ચુટકી લીધી હતી.


સાગરિકાએ શેર કરી હતી તસવીર

સાગરિકાએ દરિયા કિનારે નેટ્સ પર ઉંઘેલા ઝહીર ખાનની તસવીર શેર કરી હતી. આ તસવીર પર કેટલીક કોમેન્ટસ અને લાઇક આવી હતી. આ તસવીર પર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ કોમેન્ટ કરી હતી. સાનિયાએ લખ્યુ, ‘લાગી રહ્યું છે કે આ એકલો જ હનીમૂન મનાવી રહ્યો છે’