15 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : આજે સમગ્ર ભારત દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રમત જગતમાં પણ સ્વતંત્રતા દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. ભારતના દિગ્ગજ કક્ષાના ખેલાડીઓએ આ સમય પર દેશવાસીઓને પોતાની શુભકામનાઓ આપી છે. સચિન તેંડુલકરે સ્વતંત્રતા સેનાનીઓનાં ત્યાગ અને બલિદાનને યાદ કર્યું. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, ‘જો સ્વતંત્રતા સેનાનીઓએ ત્યાગ અને બલિદાન ના આપ્યું હોત તો આજે ભારતીય ટીમ ના હોત.’

 

ભારતીય ક્રિકેટ ટીમનાં હાલના અને ભૂતપૂર્વ ખેલાડીઓ સહીત સાઇના નેહવાલ, સાનિયા મિર્ઝા, વિજેન્દર સિંહ, સુનીલ છેત્રી, દીપા કર્માકર, સાનિયા મિર્ઝા સહિતનાં અન્ય રમતની હસ્તીઓએ પણ સ્વતંત્રતા દિવસ પર શુભકામનાઓ આપી છે.