31 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : વર્ષના અંતિમ ગ્રાંડ સ્લેમ યુ.એસ. ઓપનમાં વધુ એક અપસેટ સર્જાયો છે. બ્રિટનના સ્ટાર ટેનીસ ખેલાડી એન્ડી મરે બીજા રાઉન્ડમાં હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયો છે. સ્પેનના વર્ડાસ્કોએ સેટ બાદ એન્ડી મરેને હરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે નડાલ, યોકોવિચ, ફેડરર અને મરે આ ચારેય સ્ટાર ખેલાડીઓ ઘણા લાંબા અરસા પછી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ઉતર્યા હતા. મરે વર્ષમાં છ જ મેચ રમ્યો હોઇ ઇજા બાદ તેનું પુનરાગમન પ્રભાવી નહતું રહ્યું. આમ છતાં તે આટલી ઝડપથી વિદાય લેશે તેમ પણ નહતું લાગતું. ૨૦૧૨ના યુએસ ચેમ્પિયન મરેએ સાડા ત્રણ કલાક સુધી સંઘર્ષ કર્યો હતો. જયારે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશતા નડાલે અનસીડેડ પોસ્પીસિલને ૬-૩, ૬-૪, ૬-૨થી પરાજય આપ્યો હતો. નડાલ પ્રથમ રાઉન્ડમાં એક સેટની સરસાઇ ધરાવતો હતો ત્યારે ફેરર ઇજાગ્રસ્ત થતા નિવૃ’૯૫ા થયો હતો અને નડાલે બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી.

આર્જેન્ટિનાના ડેલપોટ્રોએ વર્લ્ડ નંબર ૭૨ અમેરિકાના ડેનિસ કુડલાને ૬-૩, ૬-૧, ૭-૬ થી આસાનીથી હરાવ્યો હતો. ૨૦૦૯નો યુએસ ચેમ્પિયન પોટ્રો આ વખતે નડાલ, યોકોવિચ અને મરેને પણ ભારે પડી શકે તેવું ફોર્મ ધરાવે છે. પોટ્રોની હવે પછી મેચ રસપ્રદ અને પડકારજનક બનશે જે વડોસ્કો સામે છે.વર્ડાસ્કોએ મરેને હરાવીને તેના ફોર્મની તાકત બતાવી દીધી છે.

સ્પોર્ટસની તમામ અપડેટ મેળવવા માટે અમારા વોટ્સઅપ 9737325533 પર “HI” મોકલો. (અમે તમને SPAM મેસેજ નહી મોકલીએ તેની ખાતરી આપીએ છીએ.)