Home Featured Stories આજથી 30 વર્ષ પહેલા સચિને ફટકારી હતી કારકિર્દીની પહેલી સદી, જેનો પાયો...

આજથી 30 વર્ષ પહેલા સચિને ફટકારી હતી કારકિર્દીની પહેલી સદી, જેનો પાયો વકારના બાઉન્સથી નખાયો

505
0
Sachin Tendulkar

Mumbai (SportsMirror.in) : આજથી 30 વર્ષ પહેલા સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની સદીથી ટીમ ઇન્ડિયા હારના મુખમાંથી બહાર આવ્યું હતું તે સચિનની કારકિર્દીની પહેલી સદી હતી. જોકે તેની પહેલી સદીનો પાયો 1989 માં પાકિસ્તાન સામે રમેલી સિયાલકોટ ટેસ્ટ મેચમાં વકારના બાઉન્સરથી થયેલી ઇજામાં નખાયો હતો. સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પહેલી સદી 14 ઓગસ્ટ 1990 ના રોજ ફટકારી હતી. મેચના પાંચમાં દિવસે સચિન 119 રને અણનમ રહ્યો હતો અને ટીમ ઇન્ડિયાને હારમાંથી બહાર કાઢ્યું હતું.

 

સ્વતંત્રતાના એક દિવસ પહેલા મે કારકિર્દીની પહેલી સદી ફટકારી: સચિન
તેણે તેની પ્રથમ સદીની 30 મી વર્ષગાંઠ પર કહ્યું, “મેં 14 ઓગસ્ટે સદી ફટકારી હતી અને બીજે દિવસે સ્વતંત્રતા દિવસ હતો, તે વિશેષ હતો.” અખબારોમાં મુખ્ય હેડલાઈન જુદી હતી અને તે સદીએ આ શ્રેણીને જીવંત રાખી હતી. “તેમને કેવું લાગે છે તે પૂછતાં તેમણે કહ્યું, “મેચ બચાવવાની કળા મારા માટે નવી હતી.” તેમ છતાં, વકાર યુનુસના બાઉન્સ લાગ્યા બાદ નાકમાંથી લોહી નીકળ્યું હોવા છતાં પણ તે બેટિંગ કરતી વખતે તે મેચને બચાવી શકીએ છીએ એ ખ્યાલ આવી ગયો હતો. તેણે કહ્યું, “સિયાલકોટમાં મેં ઈજા હોવા છતાં 57 રન બનાવ્યા હતા અને અમે તે મેચને બચાવી લીધી હતી જ્યારે 38 રનએ ચાર વિકેટ પડી હતી. વકારના બાઉન્સર અને પીડામાં રમીને મને વધુ મજબૂત બનાવ્યો.”

માન્ચેસ્ટર ટેસ્ટમાં પણ ઇંગ્લેન્ડના ડેવોન મેકુલમે તેવી જ રીતે તેંડુલકરને બોલિંગ કરી હતી. તેંડુલકરે કહ્યું, ‘ડેવોન અને વકાર તે સમયે સૌથી ઝડપી બોલર હતા. મેં ટીમના ફિઝિયોને બોલાવ્યા નહીં કારણ કે હું બતાવવા માંગતો નથી કે મને દુ:ખ છે કે મને ખુબ પીડા થઈ હતી.’ તેણે કહ્યું, “શિવાજી પાર્કમાં રમવાના દિવસોથી જ મને શરીરને મારવાની ટેવ હતી. આચ્રેકર સર અમને એક જ પીચ પર સતત 25 દિવસ રમાડતા હતા, જે સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. આવી સ્થિતિમાં, બોલ બાઉન્સ કરશે અને શરીરમાં ટકરાશે.” તેમને પૂછવામાં આવ્યું કે શું તમને છેલ્લા કલાકમાં ખ્યાલ આવી ગયો હતો કે મેચ બચી જશે. તો તેણે કહ્યું,” ચોક્કસ નહીં. અમે જ્યારે ક્રીઝ પર પહોંચ્યા ત્યારે ટીમનો સ્કોર 6 વિકેટ માત્ર 183 રનમાં પડી ગઈ હતી. મેં અને મનોજ પ્રભાકરે એક બીજાને કહ્યું હતું કે અમે આ કરી શકીએ છીએ અને અમે મેચને બચાવી શકીશું.”

આ પણ વાંચો : ગાંગુલી અને વિરાટ સીવાય ધોની આ ખેલાડીની કપ્તાનીમાં પણ ક્રિકેટ રમી ચૂક્યો છે

તે મેચની કોઈ વિશેષ યાદગીરી વિશે પુછતાં તેણે કહ્યું, ‘હું ફક્ત 17 વર્ષનો હતો અને મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો અને સાથે શેમ્પેઇનની એક બોટલ મળી આવી હતી. હું ત્યારે પીતો ન હતો અને મારી ઉંમર પણ ન હતી પીવાની. તેણે કહ્યું કે તે સદી બાદ તેના સાથી ખેલાડી સંજય માંજરેકરે તેમને સફેદ શર્ટ ભેટમાં આપ્યો અને તે ઉત્સાહિત હતો.

Author : Vishal Vaja