Mumbai (SportsMirror.in) : રણજી ટ્રોફીની (Ranji Trophy Records) આ સીઝન પુરી થઇ ચૂકી છે. સૌરાષ્ટ્રની ટીમે બંગાળની ટીમને હરાવીને પહેલીવાર રણજી ટ્રોફીનું (Ranji Trophy Records) ટાઇટલ પોતાના નામે કર્યું છે. સૌરાષ્ટ્રે પહેલી વખત આ રણજીત ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. સૌરાષ્ટ્ર ટીમ આ પહેલા પણ બે વાર ફાઇનલ રમી ચુકી છે પણ ટાઇટલ જીતવામાં સફળ રહ્યું ન હતું. આ સીઝનની વાત કરે તો મુંબઇ, દિલ્હી, ચંદીગઢ અને બંગાળ સહિત ઘણી ટીમોએ મોટા મોટા સ્કોર કર્યા છે. આ સીઝનમાં ઘણા મોટા સ્કોર જોવા મળ્યા.
આ વખતે આપણને એક તરફ મોટા મોટા સ્કોર જોયા તો બીજી તરફ ઘણી ટીમોએ સારી એવી બોલિંગ પણ કરી. આ ટીમોમાં બેટિંગમાં અનુસાશન સાફ જોવા મળ્યો હતો. દિલચસ્બ વાત તો એ છે કે આ લિસ્ટમાં ઘણા એવા દિગ્ગજ ટીમોનું નામ શામિલ છે. કર્નાટક અને બંગાળ જેવી ટીમો આ લિસ્ટમાં છે જેણે સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે.
ટીમનો સ્કોર વિપક્ષની ટીમ
કર્નાટક 426 73 મધ્યપ્રદેશ
પુડ્ડુચેરી 625/8D 42 નાગાલેન્ડ
બંગાળ 381 41 સૌરાષ્ટ્ર
આંધ્ર 368 40 દિલ્લી
સર્વિસેજ 398 38 છત્તીસગઢ
આંધ્ર 181 37 બંગાળ
સિક્કિમ 374 36 ગોવા
અરૂણાચલ 460 35 કર્નાટક
રેલ્વે 545/7D 34 હિમાચલ પ્રદેશ
આ પણ વાંચો : ભુવનેશ્વર કુમારે કર્યો ખુલાસો : પત્નીએ મારૂ ફેસબુક એકાઉન્ટ હેક કરી આ કામ કર્યું હતું
તમને જણાવી દઇએ કે આ સીઝનમાં જો સૌથી વધારે રન બનાવવા વાળી ટીમની વાત કરવામાં આવે તો એ લિસ્ટમાં પહેલું નામ મુંબઇનું છે. ઉત્તરાખંડની વિરૂદ્ધમાં મુંબઇએ 7 વિકેટમાં 688 રન બનાવીને પારી બનાવી હતી. બીજા લિસ્ટમાં ચંડીગઢની ટીમ છે. જેણે મણિપુરની વિરૂધમાં 8 વિકેટ સાથે 672 રન બનાવ્યા હતા. આ ઉપરાંત આ સીઝનમાં સૌથી વધારે છક્કા લગાવનાર ખેલાડીની વાત કરવામાં આવે તો જમ્મુ-કાશ્મીરના અબ્દુલ સમદનું નામ આ લિસ્ટમાં આગળ છે. જેમણે 10 મેચમાં 36 છક્કા માર્યા હતા.