Home Tennis French Open Qualifier: અંતિકા રૈના બીજા રાઉન્ડમાં પહોંચી, ઈતિહાસ રચવાથી એક જીત...

French Open Qualifier: અંતિકા રૈના બીજા રાઉન્ડમાં પહોંચી, ઈતિહાસ રચવાથી એક જીત દુર

1931
0
Ankita Raina in French Open 2020
Ankita Raina

Paris (SportsMirror.in) : ભારતની યુવા સ્ટાર ટેનિસ ખેલાડી અંતિકા રૈના (Ankita Raina) ફ્રેન્ચ ઓપન ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. પહેલા રાઉન્ડમાં અંકિતાએ જોવાના જોવિચને હરાવી હતી. તો બીજી તરફ પુરૂષ સિંગલ્સમાં ભારતના રામ કુમાર રામનાથન હાર સાથે પહેલીવાર કોઇ ગ્રાન્ડ સ્લેમ રમવાનું સપનું પણ તુટી ગયું હતું.

 

અંકિતા રૈના (Ankita Raina) એ 2 કલાક 47 મીનીટ ચાલેલી મેચમાં સર્બિયાની ખેલાડી જોવાના જોવિચને 6-4, 4-6 અને 6-4 થી માત આપી હતી. બંને ખેલાડીઓ વચ્ચે વર્ષ 2014 બાદ પહેલીવાર સામે સામે આવ્યા હતા. તે સમયે જોવિચ ભારતીય ખેલાડી પર ભારી પડી હતી.

અંકિતા રૈના ક્વોલિફાયરની બીજી મેચમાં 22મી ક્રમાંકીત જાપાનની કુરૂમી નારા સામે ટકરાશે. તમને જણાવી દઇએ કે અંકિતા રૈના અત્યાર સુધી કોઇ પણ ગ્રાન્ડ સ્લેમના ક્વોલિફાયર રાઉન્ડમાં બીજા રાઉન્ડથી આગળ જઇ શકી નથી. મુખ્ય ડ્રોમાં પહોંચવા માટે અંકિતાએ સતત બે મેચ જીતવી જરૂરી છે.

ઓસ્ટ્રેલિયા ઓપન 2012 માં સાનિયા મિર્ઝા બાદ કોઇ પણ ભારતીય મહિલા ખેલાડી ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી શકી નથી. ભારતના ડેવિડ કપ ખેલાડી અને વિશ્વ રૈકિંગ 198 માં સ્થાનના ખેલાડી રામનાખનને ફ્રાન્સના વાઇલ્ડ કાર્ડના માધ્યમથી પ્રવેશાર ટી લામાસાઇનએ 7-5 અને 6-2 થી હરાવ્યો હતો. તે વિશ્વ રૈકિંગ 268 ના સ્થાને છે. આ 25 વર્ષીય ભારતીય ખેલાડીએ 8 માંથી 7 બ્રેક પોઇન્ટ ગુમાવ્યા હતા.

ये समाचार हिंदी में भी पढे : French Open Qualifier: अंकिता फ्रेंच ओपन क्वालीफायर के दूसरे दौर में

મેચમાં પહેલા રાઉન્ડમાં બેવાર તેની સર્વિસ તુટી હતી. દેશના ટોચના સિંગલ ખેલાડી સુમિત નાગલ પહેલા જ આ ક્વોલિફાયર રાઉન્ડમાંથી બહાર થઇ ચુક્યો છે.

આ પણ વાંચો : ઓસાકાએ પહેલો સેટ ગુમાવ્યા બાદ વાપસી કરી અઝારેંકાને હરાવી બીજીવાર US Open ખિતાબ જીત્યો

હવે પુરૂષ સિંગલ્સમાં ભારત માટે પડકાર માત્ર પ્રજનેશ ગુણેશ્વરનના રૂપમાં જ આપી શકશે. રામ કુમાર રામનાથન વર્ષ 2015 થી ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં પ્રવેશવા માટે પ્રયાસ કરતો રહ્યો છે. પણ હજુ સુધી સફળ થઇ શક્યો નથી.