Paris (SportsMirror.in) : ગુરુવારે અહીં બીજા રાઉન્ડમાં જાપાનની કુરુમિ નારા સામે સીધા સેટમાં ભારતની અંકિતા રૈના (Ankita Raina) ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ ક્વોલિફાયરથી બહાર થઈ ગઈ હતી.
ભારતની ટોચની સિંગલ્સ ખેલાડી અંકિતા બીજા રાઉન્ડમાં એક કલાક અને 21 મિનિટમાં 3-6 2-6થી હારી ગઈ.
ANKITA RAINA BOWS OUT OF ROLAND-GARROS.
The Indian no. 1 lost 3-6 2-6 against the former world no. 32 Kurumi Nara in the second qualifying round at French Open. And with that, all Indian singles hopes at Roland-Garros 2020 come to an end. @ankita_champ pic.twitter.com/lgDSUjVPXS
— Indian Tennis Daily (@IndTennisDaily) September 24, 2020
અંકિતાએ મેચ બાદ કહ્યું કે, મેચ ખરાબ નહોતી. મને મારી સર્વિસ પર તકો મળી પરંતુ આજે તેણે ખૂબ જ સારું રીટર્ન આપ્યું. જો હું રમત જીતતી, તો પરિસ્થિતિ જુદી જ હોત. ઉપરાંત, આજે ઘણો પવન રહ્યો હતો.
અંકિતાની હારનો અર્થ એ છે કે કલે કોર્ટ પર યોજાનારી આ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના સિંગલ્સ મેઇન ડ્રોમાં કોઈ પણ ભારતીય સિંગલ્સ ખેલાડી ભાગ લેશે નહીં.
પહેલા રાઉન્ડમાં અંકિતાએ રમી હતી શાનદાર રમત
આ પહેલા અંકિતા રૈનાએ પહેલા રાઉન્ડની મેચમાં 2 કલાક 47 મીનીટ ચાલેલી મેચમાં સર્બિયાની ખેલાડી જોવાના જોવિચને 6-4, 4-6 અને 6-4 થી માત આપી હતી. બંને ખેલાડીઓ વચ્ચે વર્ષ 2014 બાદ પહેલીવાર સામે સામે આવ્યા હતા. તે સમયે જોવિચ ભારતીય ખેલાડી પર ભારી પડી હતી.
અગાઉ પુરુષ સિંગલ્સ ક્વોલિફાયરમાં સુમિત નાગલ, રામકુમાર રામાનાથન અને પ્રજ્નેશ ગુનેસ્વરને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : Record : નોવાક જોકોવિચે નંબર 1 તરીકે 286 અઠવાડિયા પૂર્ણ કર્યા
પુરૂષોની ડબલ્સ સ્પર્ધામાં રોહન બોપન્ના અને દિવિજ શરણ તેમની ટીમના ખેલાડીઓ સાથે ભાગ લેશે.
Author : Rahul Joshi