Home Tennis અંકિતા રૈનાએ પોતાનો પહેલો WTA ખિતાબ જીત્યો

અંકિતા રૈનાએ પોતાનો પહેલો WTA ખિતાબ જીત્યો

1901
0
Ankita Raina
Ankita Raina

Melbourne (SportsMirror.in) : ભારતની મુળ ગુજરાતની અંકિતા રૈના (Ankita Raina) અને તેની જોડીદાર રૂસની કામિલા રાખીમોવાએ શુક્રવારે મેલબોર્નમાં ફિલિપ આઇલેંડ ટ્રોફી ડબલ્યુટીએ 250 ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ જીતીને પોતાના નામે કરી લીધો છે.

અંકિતા રૈના (Ankita Raina) અને તેની રૂસી જોડીદાર કામિલા રાખીમોવાની જોડીએ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રૂસની અન્ના બ્લિન્કોવા અને અનાસ્તાસિયા પોટાપોવાને 2-6, 6-4 અને 10-7 થી માત આપી હતી. આ ડબલ્યુટીએ ટૂરમાં અંકિતાનો પહેલો ખિતાબ હતો.

આ જીત સાથે 28 વર્ષની અંકિતા રૈનાને ડબલ્યુટીએ (WTA Ranking) રેકિંગમાં ટોચ 100 માં પ્રવેશ મેળવવામાં મદદ મળી છે. લાઇવ રેકિંગની સાથે તે હાલ 94માં ક્રમે છે.

અંકિતા રૈના (Ankita Raina) અને કામિલા રાખીમોવાએ આ પહેલા ડબલ્સની સેમી ફાઇનલ મેચમાં ફ્રાંસેસ્કા જોન્સ અને નાદિયા પોડોરોસ્કાને 4-6, 6-4, 11-9 થી હરાવીને શાનદાર જીત મેળવી હતી. અંકિતા રૈના સિંગલ્સ કેટેગરીમાં પણ ભાગ લીધો હતો. પણ તે અંતિમ 32માં પ્રવેશી શકી ન હતી.

ये खबर हिंदी में भी पढे : अंकिता रैना ने अपना पहला WTA खिताब जीता

આ પહેલા અંકિતા રૈના ઓસ્ટ્રેલિયા ઓપન ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં રમનાર પાંચમી ભારતીય મહિલા ખેલાડી બની હતી. તેણે રોમાનિયાની મિહેલા બુજરેન્સ્કુની સાથે ઓસ્ટ્રેલિયા ઓપનમાં મહિલા ડબલ્સ માટે રમી હતી.

આ પણ વાંચો : અંકિતા રૈનાએ પોતાનું ગ્રાન્ડ સ્લેમ રમવાના સપનાને હકિકતમાં બદલી નાખ્યું

જોકે આ જોડી ઓસ્ટ્રેલિયાની બેલિંડા વુલકૉક અને ઓલિવિયા ગેડેકી સામે પહેલા રાઉન્ડમાં 3-6, 0-6 થી હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઇએ કે અંકિતા રૈના (Ankita Raina) કોઇ પણ ગ્રાન્ડ સ્લેમ ઓપનમાં રમનાર પહેલી ગુજરાતી ખેલાડી બની છે.