Home Cricket ધોનીના વિકલ્પ તરીકે રિષભ પંત સાથે જવું જોઈએ: નેહરા અને બાંગર

ધોનીના વિકલ્પ તરીકે રિષભ પંત સાથે જવું જોઈએ: નેહરા અને બાંગર

613
0
Rishabh Pant and MS Dhoni
Rishabh Pant and MS Dhoni

Abu Dhabi (SportsMirror.in) : ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર (Sanjay Bangar) એ કહ્યું છે કે યુવા રિષભ પંત (Rishabh Pant) રાષ્ટ્રીય ટીમમાં મહેન્દ્રસિંહ (MS Dhoni) ધોની માટે સૌથી યોગ્ય વિકલ્પ છે કારણ કે ડાબા હાથનો આ બેટ્સમેન જમણા હાથના બેટ્સમેનોથી ભરેલા મધ્યમ ક્રમમાં ટીમમાં સારી સંતુલન પ્રદાન કરશે.

આઈપીએલ -13 માં રિષભ પંત હાલ પોતાના શાનદાર ફોર્મમાં છે. દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમી રહેલ રીષભ પંતે 5 મેચમાં કુલ 171 રન બનાવ્યા છે.

 

વિકેટ કીપિંગ અને બેટ્સમેન તરીકે રિષભ પંત સારૂ કરી રહ્યો છે: સંજય બાંગર
સંજય બાંગર (Sanjay Bangar) એ સ્ટાર સ્પોર્ટસ શોમાં કહ્યું હતું કે, જ્યાં સુધી વિકેટ કીપીંગની વાત છે તો મને લાગે છે કે રિષભ પંત (Rishabh Pant) બરાબર હશે. હું આ કહું છું કારણ કે તેની આઈપીએલની શરૂઆત કરવાની રીત સારી છે અને મને લાગે છે કે ભારત પાસે ડાબા હાથના બેટ્સમેનનો વિકલ્પ હોવો જોઈએ, ખાસ કરીને જ્યારે ટીમનો મધ્યમ ક્રમ જમણા હાથના બેટ્સમેનોથી ભરેલો હોય. કારણ કે તે સંતુલન બનાવવામાં મદદ કરશે.

આશિષ નહેરાએ પણ રિષભ પંતના વખાણ કર્યા
ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા પણ સંજય બાંગર સાથે જોડાયા છે. તેમણે કહ્યું કે, હું સંજય બાંગર સાથે સંપૂર્ણ સંમત છું. મને લાગે છે કે ટીમને રિષભ પંત સાથે જવું જોઈએ. રિષભ પંતને ટેકો મળવો જોઈએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરવામાં આવે ત્યારે દરેક ખેલાડીને ટેકોની જરૂર હોય છે.

આ પણ વાંચો : ધોની અને પત્ની સાક્ષી મનોરંજનની દુનિયામાં નવી શરૂઆત કરવા જઇ રહ્યા છે

રિષભ પંતની સાથે લોકેશ રાહુલ પણ હાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે
મહેન્દ્ર સિંહ ધોનીએ આ વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોની બાદ ટીમમાં સારા વિકેટ કીપરની ખાસી જરૂર છે. ત્યારે હાલ ટીમ ઇન્ડિયા પાસે રિષભ પંત સીવાય રિદ્ધીમાન સહા અને હાલ ટીમ ઇન્ડિયાના ભાવી સુકાની તરીકે ઓળખાતા લોકેશ રાહુલ પણ સારા વિકલ્પ છે. જોકે હાલ આ બંને ખેલાડીઓએ પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને તે પસંદગીકારોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે.

Author: Rahul Joshi