Home Asian Games દુતી ચંદે 200મી. રેસમાં સિલ્વર તો ટેબલ ટેનીસમાં ભારતને કાસ્ય પદક જીત્યો

દુતી ચંદે 200મી. રેસમાં સિલ્વર તો ટેબલ ટેનીસમાં ભારતને કાસ્ય પદક જીત્યો

2382
0
Photo Source : Google

30 ઓગષ્ટ, (SportsMirror.in), જકાર્તા : 18માં એશિયન ગેમ્સમાં 11માં દિવસે ભારતની મહિલા રનર દુતી ચંદને 200 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ મળ્યો છે. દુતી ચંદે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા 23.30 સેકન્ડ દોડીને બીજું સ્થાન મેળવ્યું હતું. આમ એશિયન ગેમ્સમાં દુતી ચંદનો આ બીજો સિલ્વર મેડલ છે. આ પહેલા તેણે 100 મીટર સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. બેહરીનની ઇડિડોંગ ઓડિયોંગે 22.96 સેકન્ડમાં રેસ પૂરી કરી અને પ્રથમ સ્થાને રહેતા ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. ચીનની યોંગલી વેઈને બ્રોન્ઝ મેડલ મળ્યો. તેણે 23.27 સેકન્ડનો સમય લેતા આ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પહેલા 100 મીટર રેસમાં પણ બેહરીનના ઇડિડોંગ ઓડિયોંગે દુતી ચંદને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Photo Source : Google

ટેબલ ટેનિસઃ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ
ભારતની સ્ટાર મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને પુરૂષ જોડીદાર અચંત શરથ કમલે બુધવારે સેમી ફાઇનલમાં હારીને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મિક્સ ડબલ્સ ટેબલ ટેનિસની સેમી ફાઇનલમાં ભારતીય જોડીને ચીનની ચુકિન વાંગ અને સુન યિંગશાની જોડીએ 4-1થી પરાજય આપીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ચીનની જોડીએ પાંચ સેટો સુધી ચાલેલા મુકાબલામાં 11-9, 11-5, 11-13, 11-4, 11-8 જીત મેળવીને ફાઇનલમાં સ્થાન હાસિલ કર્યું હતું. આ પહેલા પુરૂષની ટેબલ ટેનીસ ટીમે એશિયન ગેમ્સના ઇતિહાસમાં કાસ્ય પદક જીતી પહેલો મેડલ જીત્યો હતો.


સ્પોર્ટસના તમામ સમાચારો જાણવા માટે અમારા વોટ્સ અપ 973325533 પર “HI” મોકલો. (We assure you that we will not send SPAM msgs)