Home Tennis ઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા

ઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા

1455
0
Australian Open 2021
Australian Open 2021

Melbourne (SportsMirror.in) : ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open 2021) માટે વિશ્વભરમાંથી ચાર્ટર્ડ પ્લેનથી આવી રહેલા ખેલાડીઓ અને સ્ટાફના લોકોમાંથી 2 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના કારણે આગામી 14 દિવસ સુધી તમામ લોકોને હોટલ બહાર ના નીકળવા અંગે સૂચના આપવામા આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર, પ્રથમ જથ્થામાં અહીં પહોંચનારા ખેલાડીઓમાં 2 વખતની ચેમ્પિયન વિક્ટોરિયા અજારેન્કા પણ સામેલ છે. આ તમામ લૉસ એન્જિલિસ પહોંચ્યા હતા.

ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open 2021) 8 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. કોરોના મહામારીને કારણે પ્રથમ ગ્રાન્ડસ્લેમ 3 અઠવાડિયાના વિલંબ બાદ શરૂ થશે. મેલબોર્નના એક અખબાર અનુસાર, તમામ ખેલાડીઓ અને અધિકારીઓને ઈમેલ મોકલવામા આવ્યા છે કે, તેમણે પોતાના હોટલ રૂમમાં જ રહેવાનું છે. તેનો અર્થ એ છે કે, ખેલાડીઓ હાલ પ્રેક્ટિસ માટે નહીં જઈ શકે અને ખેલાડીઓએ ફિટનેસ માટે રૂમમાં રાખવામા આવેલી બાઈક પર જ વર્કઆઉટ કરવાનું રહેશે. જે 2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમના નામ જાહેર કરાયા નથી.

 

ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open 2021) ક્વોલિફાઈંગમાં 2 ખેલાડી કોવિડ-19 પોઝિટિવ આવ્યા. કતારના દોહામાં ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વોલિફાઈંગમાં ભાગ લઈ રહેલા 2 ખેલાડીઓ કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા. જે પછી તેમને ટૂર્નામેન્ટમાંથી હટાવી આઈસોલેશનમાં રખાયા છે. ક્વાલિફાયરમાં ચોથા ક્રમાંકવાળા અમેરિકાના ડેનિસ કુડલાને મોરક્કોના ઈલિયટ બેનકેટ્રિટ વિરુદ્ધ પ્રથમ રાઉન્ડમાં 6-4, 6-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.

આર્જેન્ટિનાના ફ્રેન્સિસ્કો કેરુનડોલોને પણ સ્પેનના ગુઈલેર્મો ગાર્સિયા લોપેજ વિરુદ્ધ 6-2, 6-4થી જીત બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો વારો આવ્યો હતો. પ્રથમવાર ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયાની બહાર થઈ રહી છે.

આ પણ વાંચો : વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 8 ફેબ્રુઆરીથી શરૂ થશે

ટેનિસ ઓસ્ટ્રેલિયાએ (Australian Open 2021) પોતાના નિવેદનની પૃષ્ટિ કરી છે કે, ટૂર્નામેન્ટ દરમિયાન 2 ખેલાડીઓ પોઝિટિવ આવ્યા હતા અને બંને ખેલાડીને સરકાર દ્વારા સંચાલિત આઈસોલેશન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યાં કડક નિયમોનું પાલન કરવામા આવી રહ્યું છે. આ બંને ખેલાડીઓના હટવાના કારણે ઓસ્ટ્રેલિયાના વાઈલ્ડ કાર્ડ હોલ્ડર ડેન સ્વીની અને સ્પેનના મારિયો વિલેલા માર્ટિનેઝને વોકઓવર મળ્યું અને તેઓ ક્વોલિફાઈંગના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા.

Author: Sarah Ali