Home Tennis Breaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત...

Breaking : ઓસ્ટ્રેલિયા ઓપન માં વિલંબ થવાની સંભાવના છે : વિક્ટોરિયા રમત પ્રધાન

6101
0
Australian Open 2021 may be delay one or two weeks
Australian Open 2021

Sydney (SportsMirror.in) : વિક્ટોરિયા રાજ્યના રમત પ્રધાન માર્ટિન પાકુલાએ કહ્યું કે, “મેલબોર્ન માં 2021 માં ઓસ્ટ્રેલિયા ઓપન (Australian Open) 18 જાન્યુઆરીને બદલે 1 કે 2 સપ્તાહ મોડી શરૂ થાય તેની વધુ સંભાવના છે.

માર્ટિન પાકુલાએ કહ્યું કે અમારી પાસે ઘણી સંભવીત તારીખો છે. મે એવા રીપોર્ડ જોયા છે જેનાથી ખ્યાલ આવે છે  તેમાં એક કે પછી બે સપ્તાહ મોડુ થઇ શકે છે. મને લાગે છે કે હજુ પણ વધુ સંભાવના છે.”

 

તેમણે કહ્યું કે, “પણ આ એક માત્ર વિકલ્પ નથી. જેમ તમને ખ્યાલ છે કે ફ્રેન્ચ ઓપન ઘણા મહિના બાદ શરૂ થઇ હતી અને વિમ્બલડનનું પણ આયોજન થયું નહીં. મને હજુ પણ લાગે છે કે ઓસ્ટ્રેલિયા ઓપન (Australian Open) પાછી ધકેલાય તેના કરતા તેને નાની ટુર્નામેન્ટ રીતે આયોજન થશે. હું ફરીથી એ વાત રીપીટ કરવા નથી માંગતો પણ આ ઘણી મુશ્કેલ વાતચીત છે.”

મેલબોર્ન શહેરને એક લાંબા લોકડાઉન, એક રાતનું કરફ્યું અને રાજ્યમાં યાત્રા અને અન્ય પ્રતિબંધો માટે મજબુર કરતા વિક્ટોરિયામાં કોવિડ-19 ના બીજા વેવી ઘણી તકલીફ થઇ છે. પણ કોઇ સક્રિય કેસ સામે નથી આવ્યો અને રાજ્યમાં વાયરસથી છેલ્લે 28 ઓક્ટોબરના મોત થઇ હતી.

રમત પ્રધાન પાકુલાએ ખેલાડીઓ માટે ટિપ્પણી ન કરી અને આ અટકળો વચ્ચે તેમણે કહ્યું કે ક્વોરંટાઇનને લઇને કહ્યું કે તેને નાનું કરી માત્ર 10 દિવસ માટે કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : અઝારેન્કાને આશા છે કે, તે અને સેરેના અન્ય માતાઓને પ્રેરીત કરીશું

પાકુલાએ કહ્યું કે, “એક ઘણી જટીલ પરીક્ષણ વ્યવસ્થા ખેલાડી પર લાગુ થશે, કારણ કે પોર્ટમાં આવતા પહેલા અને જ્યારે તે જાય છે તેમ બંને સમયે નિયમ લાગુ પડશે.

Author: Jatin Sharma