Press "Enter" to skip to content

બાંગ્લાદેશે રોમાંચક મેચમાં પાકિસ્તાનને 37 રને હરાવી એશિયા કપની ફાઇનલમાં પહોચ્યા

27 સપ્ટેમ્બક, (SportsMirror.in), મુંબઇ : એશિયા કપમાં સેમી ફાઇનલ ગણાય તેવી અતિ રોમાંચક મેચમાં બાંગ્લાદેશે અંતિમ ઓવરમાં પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બન્ને ટીમ માટે કરો યા મરો મેચ હતી. જેમાં બાંગ્લાદેશે ૩૭ રને મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશનો એશિયા કપની ફાઇનલમાં સામનો ભારત સામે થશે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં રહીમના ૯૯ અને મિથુનના ૬૦ રનની મદદથી ૨૩૯ રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૨૦૨ રન બનાવી શકી હતી. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન આ એશિયા કપમાં બે વખત ટકરાયા હતા. જેમાં બંને વખતે ભારતે જીત મેળવી હતી અને ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે તેમ લાગી રહ્યું હતું પરંતુ બાંગ્લાદેશે પાકિસ્તાનને બહાર કરી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બાંગ્લાદેશે સુપર 4માં અફઘાનિસ્તાનને પરાજય આપ્યો હતો જ્યારે ભારત સામે હાર મળી હતી. હવે પાકિસ્તાનને પરાજય આપતાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટીમે એશિયા કપમાં જોરદાર દેખાવ કર્યો હતો. ભારતે સુપર ફોરમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંનેને આસાનીથી હરાવ્યા હતા જ્યારે અફઘાનિસ્તાન સામેની મેચ ટાઇ થઈ હતી.


ઇમામ ઉલ હકની વિકેટ બની ટર્નિંગ પોઇન્ટ

આસિફ અલી 40મી ઓવરમાં 31 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ 41મી ઓવરમાં ઈમામ ઉલ હક 83 રન બનાવી મેહમૂદુલ્લાહની બોલ પર આઉટ થઇ ગયો હતો. તેને લિટન દાસે સ્ટંપ આઉટ કર્યો હતો. ઈમામ પાકિસ્તાનની 7મી વિકેટના રૂપમાં આઉટ થયો. તેના આઉટ થતા બાંગ્લાદેશની જીત એક રીતે નિશ્ચિત થઇ ગઇ હતી. ઇમામના આઉટ થયા પછી મોહમ્મદ નવાજ (8) અને હસન અલી (8) રન બનાવી આઉટ થઇ ગયા હતા.

Comments are closed.