New York (SportsMirror.in) : કોરોના વાયરસનો કહેરથી વિશ્વ પરેશાન છે. ત્યારે સ્પોર્ટ્સ (James Dolan) જગતમાં પણ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે અમેરિકામાં ન્યૂયોર્કની બાસ્કેટબોલ ટીમ નિક્સ અને હોકી ટીમ રેન્જર્સના માલિક જેમ્સ ડોલનનો (James Dolan) કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ અમેરિકામાં સ્પોર્ટ્સનો પહેલો સૌથી મોટો કેસ છે. ડોલન અમેરિકાના બિઝનેસ ટાયકૂન છે.
ઇંગ્લેન્ડના બોક્સિંગ ટીમના 6 સભ્યો પણ કોરોના સંક્રમિત
તમને જણાવી દઇએ કે આ પહેલા ઇંગ્લેન્ડમાં ઓલિમ્પિક ક્વોલિફાયર રમનાર બોક્સિંગ ટીમના 6 સદસ્ય પણ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના કારણે વિશ્વના 195 દેશમાં રવિવાર સવાર સુધીમાં 6 લાખ 63 હજાર 541 લોકો સંક્રમિત થયા છે, જ્યારે 30,873 લોકોએ જીવ ગુમાવ્યો છે.
માર્ચમાં લંડન ઓલિમ્પિક ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર બોક્સિંગ ટીમના 6 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાં ટર્કીના 2 બોક્સર, 1 કોચ અને ક્રોએશિયા ટીમના 2 કોચ અને 1 ખેલાડી છે. બધાને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
ડોલન સેલ્ફ-આઇસોલેશનમાં છે
તાજેતરમાં, 64 વર્ષીય ડોલનને કોરોના લક્ષણો હોવાનું નિદાન થયું હતું. ત્યારથી તે સેલ્ફ આઇસોલેશનમાં છે. બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ એનબીએની ઉતાહ જાઝ ટીમના ખેલાડી રૂડી ગોબર્ટ 11 માર્ચે કોરોના પોઝિટિવ હતા. આ પછી, એનબીએની આ સીઝનની બધી મેચ મુલતવી રાખવામાં આવી હતી. અમેરિકાની નેશનલ હોકી લીગ સહિતની તમામ ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી છે.
આ પણ વાંચો : ટોકિયો ઓલંપિક સ્થગિત થતા તેની સીધી અસર આ દિગ્ગજોના ગોલ્ડન રિટાયરમેન્ટ પર થશે
ગોબર્ટ અને મિશેલે કોરોનાવાયરસને હરાવ્યો
જો કે, રૂડી ગોબર્ટ અને ડોનોવન મિશેલે કોરોના વાઈરસ સામેની લડાઇ જીતી લીધી છે. આ સાથે, તેની ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.