Home IPL શ્રેષ્ઠ ક્રિકેટ, રોમાંચક મુકાબલા IPL-13 ની ઓળખ છે : જય શાહ

શ્રેષ્ઠ ક્રિકેટ, રોમાંચક મુકાબલા IPL-13 ની ઓળખ છે : જય શાહ

1826
0
BCCI Secretory Jay Shah
Jay Shah

Dubai (SportsMirror.in) : સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રમાયેલી આઈપીએલ – 13 (IPL 2020) માં શાનદાર ક્રિકેટ અને ઘણા રોમાંચક રહેલી મેચથી બીસીસીઆઈ (BCCI) ના સેક્રેટરી જય શાહ (Jay Shah) પ્રભાવિત થયા છે.

રવિવારે આઈપીએલ (IPL 2020) માં બે મેચ થઈ હતી અને બંને નિર્ણય સુપર ઓવર (Super Over) માં આવ્યા હતા. પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હતી જેમાં સુપર ઓવરમાં કોલકાતાનો વિજય થયો હતો.

બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે હતી. આ મેચમાં રોમાંચની બધી મર્યાદા ઓળંગી ગઈ કારણ કે એક જ મેચમાં પ્રથમ વખત બે સુપર ઓવર આવી હતી. મેચ ટાઇ થયા પછી પહેલી સુપર ઓવર રમી હતી અને અહીં પણ મેચ ટાઈ હતી ત્યારબાદ બીજી સુપર ઓવર આવી હતી. અહીં પંજાબનો વિજય થયો.

આ પણ વાંચો : IPL 2020: જયવર્દને ડી કોકને કહ્યું, પ્રેક્ટિસ પેન્ટમાં બેટિંગ ના કરો

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સેક્રેટરી જય શાહ (Jay Shah) એ ટ્વીટ કરતા લખ્યું કે, ‘શ્રેષ્ઠ ક્રિકેટ અને ઘણી જ રોમાંચક રહેલી મેચથી આ આઈપીએલ સીઝનને અલગ ઓળખ મળી છે અને તેને વધુ શાનદાર બનાવી છે. રવિવારે રમાયેલી બંને મેચમાં કુલ ત્રણ સુપર ઓવર થઇ અને તે તમામ અવિશ્વસનીય રહી. શબાશ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, લોકેશ રાહુલ, ક્રુનાલ પંડ્યા, દિનેશ કાર્તિક, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઇડર્સ, મુંબઇ ઇન્ડિયન્સ, કિંગ્સ ઇલેવન.


Author: Rahul Joshi