Home Cricket ભુવનેશ્વર કુમારે કર્યો ખુલાસો : પત્નીએ મારૂ ફેસબુક એકાઉન્ટ હેક કરી આ...

ભુવનેશ્વર કુમારે કર્યો ખુલાસો : પત્નીએ મારૂ ફેસબુક એકાઉન્ટ હેક કરી આ કામ કર્યું હતું

841
0
Bhuvneshwar Kumar (PC : Twitter)

Mumbai (SportsMirror.in) : વર્લ્ડ કપ 2019 દરમ્યાન ભુવનેશ્વર (Bhuvneshwar Kumar) કુમારને ઇજા પહોંચી હતી. ત્યાર બાદ તેણે ટીમમાં વાપસી કરી. પણ ફરી તેને સ્પોર્ટ હર્નિયાના રૂપમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ઇજામાંથી બહાર આવવા માટે તેને ઘણી મહિનાઓ લાગ્યા. ત્યાર બાદ તેણે (Bhuvneshwar Kumar) ટીમ ઇન્ડિયામાં ફરી વાપસી કરી. પણ કોરોના વાયરસના કારણે સાઉથ આફ્રિકા સામેની સીરિઝ રદ્દ થઇ ગઇ. તેવામાં ભુવનેશ્વર કુમાર પોતાના ઘરમાં સમય પસાર કરી રહ્યો છે. આ સમય દરમ્યાન તેણે ખુલાસો કર્યો કે તેની પત્નીએ એક વાર ફેસબુક એકાઉન્ટ હેક કરી દીધું હતું.

CrickBuzz ને આપેલા ઇંટર્વ્યુંહમાં ભુવનેશ્વરે કર્યો ખુલાસો
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે એક ઇન્ટર્વ્યુંમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે તેની પત્ની નુપુર નાગરની એક વાત શેર કરી હતી. તેણે કહ્યું કે પત્નીએ તેનું ફેસબુક એકાઉન્ટ હેક કર્યું હતું અને ત્યાર બાદ તેણે ક્યારેય પોતાનું એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી. CrickBuzz ને આપેલા એક ઇન્ટરવ્યુંહમાં તેણે પોતાના જીવનને લઇને ઘણા કિસ્સા શેર કર્યા હતા અને પોતાના રીલેશનને લઇને ઘણા ખુલાસાઓ પણ કર્યા હતા.

નુપુરે મને પાસવર્ડ પુછ્યો હતો : ભુવનેશ્વર કુમાર
ભુવનેશ્વર કુમારે કહ્યું કે, ‘તેણે (નુપુર) મારી પાસેથી ફેસબુકનો પાસવર્ડ માંગ્યો હતો. પણ મે બહાનું કાઢીને પાસવર્ડ આપ્યો ન હતો. એવામાં ત્યાર પછીના દિવસે મારી પત્નીએ જણાવ્યું કે આ મારો નવો પાસવર્ડ છે. તેણે સાચે જ મારૂ એકાઉન્ટ હેક કરી દીધું હતું. ત્યાર બાદથી મે મારૂ ફેસબુક એકાઉન્ટ વાપર્યું જ નથી. ત્યારે નાનપણની મિત્ર અને પત્ની નુપુરે જણાવ્યું કે જ્યારે કોઇ મહિલા ચાહક જ્યારે ભુવનેશ્વરની નજીક જાય છે ત્યારે મને જેલસ ફીલ થાય છે.

આ પણ વાંચો : કોરોના વાયરસના કારણે ઇંગ્લેન્ડ ક્રિકેટે 28 મે સુધી તમામ ટુર્નામેન્ટ સ્થગીત કરી

મહિલા ચાહક જ્યારે ફોટો પડાવે ત્યારે મને ઘણી જેલસ થાય છે : નુપુર
નુપુર નાગર ઇંજીનિયર છે. તેણે વધુમાં કહ્યું કે જ્યારે મહિલા ચાહકો સાથે ફોટો પડાવતા હોય છે ત્યારે હું તેને કહ્યું છું કે તેનાથી દુર રહો. તો નુપુરે એ પણ ખુલાસો કર્યો કે હોસ્ટેલમાં જ્યારે તેની બહેનપણીઓ ભુવનેશ્વરના વખાણ કરતા હતા ત્યારે કોઇને અમારા વચ્ચે શું થઇ રહ્યું હતું તેનો ખ્યાલ ન હતો.