Thailand (SportsMirror.in) : ભારતીય બેડમિન્ટન સ્ટાર ખેલાડી કિદાંબી શ્રીકાંત (Kidambi Srikanth) ને કોરોના તપાસ બાદ નાકમાંથી લોહી નીકળ્યા બાદ ભારતીય બેડમિન્ટન ફેડરેશન લાલધુમ થઇ ગઇ છે. નાકમાંથી લોહી નીકળ્યા બાદ કિદાંબી શ્રીકાંતે પોતાના ફોટો સોશિયલ મીડિયામાં મુક્યા બાદ તે વાયરલ થયા હતા અને ચાહકો પણ ઉગ્ર થયા હતા.
આ ઘટના પ્રકાસમાં આવ્યા બાદ બેડમિંટન વર્લ્ડ ફેડરેશન (Badminton World Federation) ને બુધવારે કહ્યું હતું કે થાઇલેન્ડ ઓપન (Thailand Open 2021) દરમિયાન કોરોના તપાસની સુવિધા આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તે આયોજકો સાથે સંપર્કમાં હતો. વિશ્વના પહેલા નંબરના ખેલાડી કિદાંબી શ્રીકાંત (Kidambi Srikanth) નું મંગળવારે કોરોના પરીક્ષણ થયું હતું. ત્યાર બાદ તેના નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થયું. આરોગ્ય અધિકારીઓના વલણથી નારાજ શ્રીકાંતે તેને ‘અસ્વીકાર્ય’ ગણાવ્યું હતુ.
આ ઘટના બાદ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ જણાવ્યું હતું કે આયોજકોએ રક્તસ્રાવના કારણો વિશે માહિતી આપી હતી. તેમાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કિડોમ્બી શ્રીકાંત (Kidambi Srikanth) ના નાકમાંથી અનેક તબક્કાની કોરોના તપાસ બાદ લોહી નીકળવાનું શરૂ થયું હતું. તેને ત્રણ વખત નમૂના લેવામાં આવ્યો હતો અને તે પણ તણાવમાં હતો. તેથી જ તેના નાકમાંથી લોહી નીકળ્યું હતું.” તપાસનીશ ટીમને તે સમયે તેના નાકમાંથી લોહી નીકળ્યું ન હતું. શ્રીકાંતે પણ ફરિયાદ કરી ન હતી. ત્રણથી પાંચ મિનિટ પછી, ભારતીય ટીમના અન્ય સભ્યએ જાણ કરી કે તેના નાકમાંથી લોહી નીકળ્યું છે. મહાસંઘે કહ્યું, “તે ખેલાડીએ નાકને ટીશ્યુથી દબાવ્યું હતું કે તેનું નાક ચાલતું હતું તે ખબર નથી. જેના કારણે લોહીની નળીઓને ઇજા
We take care of ourselves for the match not to come and shed blood for THIS . However , I gave 4 tests after I have arrived and I can’t say any of them have been pleasant .
Unacceptable pic.twitter.com/ir56ji8Yjw— Kidambi Srikanth (@srikidambi) January 12, 2021
પહોંચાડી હતી.”
આ પણ વાંચો : ઓલિમ્પિક લાયકાત વિશે વધુ વિચારતી નથી : સાયના
આ ઘટના બાદ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓ અને સ્પર્ધકોને અનુકૂળ અને સલામત વાતાવરણમાં તપાસ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા આયોજકો સાથે વાત કરવામાં આવી છે.
Author: Vishal Vaja