Home Esports E Sports : હવે પ્રતીક્ષા પુરી, Call of Duty ની સીઝન 9...

E Sports : હવે પ્રતીક્ષા પુરી, Call of Duty ની સીઝન 9 જલ્દી આવી રહી છે, નવા 10 v 10 મોડ પર વધુ એક્શન જોવા મળશે

3562
0
Call of Duty, E-Sports

Mumbai (SportsMirror.in) : Call of Duty Session 9 : E-Games ની દુનિયામાં Call of Duty ગેમ ધુમ મચાવી રહી છે. ત્યારે આ ગેમના રસીયાઓ સીઝન 9 ની ઘણા સમયથી રાહ જોઇ રહ્યા છે. જેને લઇને સારા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કોલ ઓફ ડ્યુટીની નવી સીઝન ઓગસ્ટ 8 ના રોજ રીલિઝ કરવાની હતી. પણ કોઇ કારણોસર તે રીલિઝ થઇ ન શકી. ડેવલોપર કોઇ કચાસ છોડવા નથી માંગતા. પણ હવે ફાઇનલી તે નવી સીઝન રીલિઝ કરવાનો નિર્ણય લઇ લીધો છે.

 

જાણો, શું હશે નવી સીઝન 9 માં. …
તમને જણાવી દઇએ કે આ નવી સીઝનમાં, તમે નવો નકશો શિપમેન્ટ 1944 જોવા મળશે. જો તમે ક્યારેય Call of Duty : ડબ્લ્યુડબ્લ્યુઆઈઆઈ (WWII) રમ્યા છો, તો તમને ખબર પડશે કે આ નકશામાં શું થશે અને જો તમે રમ્યા નથી, તો પછી જોરદાર એક્શન વાળી રમત માટે તૈયાર રહો.

તો આ સાથે નવી Marksman rifle જોવા મળશે જેનું નામ Kilo Bolt-Action છે. આ સાથે નવી સીઝનમાં 4 નવા સ્થાનો પણ જોવા મળશે. આ ચાર લોકેશનો કેમ્પગ્રાઉન્ડ્સ (Campgrounds) , શયનગૃહ (Dormitory) , ચોકી (Outpost) અને રડાર બેઝ (Radar Base) છે.

 

તમને જણાવી દઇએ કે Call of Duty ના ડેવલોપર્સે ખાસ આ નવી સીઝન 9 ને વધુ રોમાંચક બનાવવા માટે ગેમને વધુ ખતરનાક બનાવી દીધી છે. એટલે કે નવી સીઝન 9 માં 10v10 Mode વધુ ખતરનાક બનશે. એટલે કે તમે આ નામથી જ વધુ અનુમાન લગાવી શકો છો કે નવી સીઝન કેટલી ખતરનાક હશે. આ સ્થિતિમાં 10v10 Mode માં 10 – 10 ખેલાડીઓ એક બીજાની સામે ટકરાશે. જેની મજા કેવી રહેશે એ ગેમ રમનારા સમજી શકો છો અને જો પહેલીવાર રમશો તો અંદાજો લગાવી શકો છો કે આ નવી સીઝન કેટલી ખતરનાક હશે.

આ પણ વાંચો : ભારત માટે રમી ચુકેલા 6 ક્રિકેટરો જેણે વિદેશમાં લીધો હતો જન્મ

જો કે હજુ સુધી એ ખ્યાલ નથી આવ્યો કે કઇ તારીખે નવી સીઝન 9 લોન્ચ કરશે પણ એટલી જાણકારી મળી છે કે ડેવલોપર્સ આ ગેમની નવી સીઝન 9 ચાલુ સપ્તાહે જ લોન્ચ કરશે. Call of Duty : મોબાઇલની નવી સિઝન આ અઠવાડિયામાં જ રમી શકાશે.

Author : Rahul Joshi