Chennai (SportsMirror.in) : ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ની લાંબી ઇનીંગ રમવાની ક્ષમતા જોઇને ઇંગ્લેન્ડના સુકાની જો રૂટે (Joe Root) ગુરૂવારે ચેન્નઇની વિકેટ અને તેની બેટીંગને ઘણી મહત્વની ગણાવી હતી.
ટીમ ઇન્ડિયામાં ગુજ્જુ ક્રિકેટર ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બેટીંગ પ્રદર્શન કર્યું હતું અને બોલરોને હેરાન કર્યા હતા. તેણે ભલે ત્રણ અડધી સદી ફટકારી પણ 900 થી વધુ બોલ રમ્યો હતો.
A Pujara special! 🔝👏
As we gear up for the #INDvENG series, let's revisit @cheteshwar1's fine ton against England in 2016 at Vizag 🙌 #TeamIndia
Watch that knock 🎥👇
— BCCI (@BCCI) February 3, 2021
જો રૂટે (Joe Root) ચેતેશ્વર પુજારાને શાનદાર બેટ્સમેન જાહેર કર્યો હતો. જો રૂટે શુક્રવારે શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “તે (પુજારા) શાનદાર ખેલાડી છે. મે યોર્કશાયરમાં તેની સાથે બે મેચ રમી હતી. હું તેની પાસેથી ઘણું શિખ્યો. રમત પ્રત્યે તેનો લગાવ ઘણો દિલચપ્સ છે.”
જો રૂટે કહ્યું કે પુજારા (Cheteshwar Pujara) ની વિકેટ તેના માટે ઘણી મહત્વપુર્ણ રહેશે. તેણે કહ્યું કે, “એટલે તેની વિરૂદ્ધ રમવું, તેની લાંબી ઇનીંગ અને મોટા સ્કોરથી તમે કઇક શીખી શકીએ છીએ. તમે તેનું મહત્વ જોયું હશે. તે ટીમ ઇન્ડિયા માટે કેટલું મહત્વ રાખતું હશે અને તેને જોતા તે અમારા માટે ઘણી જ મહત્વપુર્ણ વિકેટ બની ગઇ છે. તેમાં કોઇ શક નથી.”
ઇંગ્લેન્ડના સુકાનીએ ત્યા સુધી કહ્યું કે તેના બેટ્સમેનોને પણ લાંબા સમય માટે બેટીંગ કરવી જોઇએ અને જોવું જોઇએ કે તે પુજારા (Cheteshwar Pujara) ની જેમ માનસિક રીતે મજબુત છે કે નહીં.
તેણે વધુમાં કહ્યું કે, “અમારે અમુક સમયે અમારા ધૈર્યની પરીક્ષા આપવી પડશે અને જોવું પડશે શું અમે તેની જેટલા માનસિક રીતે મજબુત છીએ કે નહીં. અમે જાણીએ છીએ કે તે શાનદાર ખેલાડી છે અને તેનો રેકોર્ડ શાનદાર છે. એટલા માટે જ તે અમારા માટે મોટો પડકાર રહેશે.”
આ પણ વાંચો : INDvENG: મારું કામ કોહલીને દરેક પરિસ્થિતીમાં મદદ કરવાનું છે: રહાણે
ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાં 6000 રન પુરા કર્યા હતા. તેણે અત્યાર સુધીમાં કુલ 81 ટેસ્ટ મેચમાં 6,111 રન બનાવ્યા છે. જેમાં તેની 28 અડધી સદી અને 18 સદીનો સમાવેશ થાય છે. તો ટેસ્ટ ક્રિકેટમાં 206* રનનો સૌથી વધુ સ્કોર છે.