Ahmedabad (SportsMirror.in) : IPL 2021 માટે ખેલાડીઓની થયેલી હરાજીમાં ઘણા ખેલાડીઓ પર પૈસાનો ધોધમાર વરસાદ કર્યો છે. તો ઘણા ખેલાડીને નિરાષા હાથ મળી છે. તમને જણાવી દઇએ કે આ વખતે ચેન્નઈ ટીમે ગુજરાતના ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પુજારાને (Cheteshwar Pujara) ખરીદ્યો છે.
ચેતેશ્વર પુજારાને CSK ટીમે તેની બેઝ પ્રાઇસ 50 લાખમાં ખરીદ્યો છે. આ પહેલા વર્ષ 2014 માં પંજાબની ટીમે પુજારાને ખરીદ્યો હતો.
A cute yellovely message from the legend of Che Pu to make your day super! @cheteshwar1 💛💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/eZZ4CXDevA
— Chennai Super Kings (@ChennaiIPL) February 19, 2021
હવે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ચેન્નઈની સાથે જોડાઇને ઘણો ખુશ છે. તેણે એક વીડિયો પણ જાહેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પુજારાનો આ વીડિયો શેર કર્યો હતો.
પુજારાએ આ વીડિયોમાં ચેન્નઈ ટીમના સુકાની ધોનીને લઇને મહત્વની વાત કહી હતી. તેણે કહ્યું કે, “આઈપીએલમાં હું વાપસી કરવાથી ઘણો ખુશ છું. પીળી જર્સી પહેરીને મેદાન પર રમવા માટે તૈયાર છું.”
ચેતેશ્વર પુજારાએ વધુમાં કહ્યું કે, “હું ફરી ધોની ભાઈની સાથે રમતો જોવા મળીશ. મેં જ્યારે ડેબ્યું કર્યું ત્યારે ધોની ટેસ્ટ ટીમમાં સુકાની હતો. માહી ભાઈ સાથે રમવાની ઘણી યાદો જોડાયેલી છે.
હું તેમની સાથે ફરી રમવા માટે તૈયાર છું. આઈપીએલની વાત કરૂ તો ટેસ્ટથી આ પુરી રીતે અલગ રમત છે. તમારે આ રમતમાં ગીયર બદલવાની જરૂરત હોય છે. સારી તૈયારીઓ સાથે મને આશા છે કે હું ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ઘણું સારૂ પ્રદર્શન કરીશ.”
ચેતેશ્વર પુજારાનો (Cheteshwar Pujara) આ વીડિયો વાયરલ થઇ ગયો છે. તો આ વીડિયોને ઘણો લોકો પસંદ પણ કરી રહ્યા છે. લોકો કોમેન્ટમાં પુજારાના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પુજારાને આઇપીએલમાં રમતા જોવા માટે ઘણા ઉત્સુક છે.
ચેતેશ્વર પુજારાનો IPL રેકોર્ડ
ચેતેશ્વર પુજારાના (Cheteshwar Pujara) આઈએલ રેકોર્ડની વાત કરીએ તો તેણે અત્યાર સુધી કુલ 30 મેચ રમી છે. જેમાં 99.74ની સ્ટ્રાઇક રેટથી 390 રન કર્યા છે. જેમાં તેણે એક અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો : ઇરફાન પઠાણે ગુજરાતના મહેસાણામાં ક્રિકેટ એકેડેમીનું કર્યું ઉદ્ધાટન
ચેતેશ્વર પુજારાએ (Cheteshwar Pujara) ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધી કુલ 83 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 6227 રન કર્યા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ બેવડી સદી પણ ફટકારી ચુક્યો છે.