Home Cricket ચેતેશ્વર પુજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂરા થતા ચાહકોનો આભાર માન્યો

ચેતેશ્વર પુજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂરા થતા ચાહકોનો આભાર માન્યો

1018
0
Cheteshwar Pujara
Cheteshwar Pujara

Rajkot (SportsMirror.in) : શુક્રવારે ભારતના ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) માં 10 વર્ષ પૂરા કરવા બદલ ચાહકોના પ્રેમ અને સમર્થન બદલ આભાર માન્યો. ચેતેશ્વર પૂજારાએ 9 ઓક્ટોબર 2010 ના રોજ બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. તેણે ભારતની બીજી ઇનિંગમાં 72 રન બનાવ્યા હતા, જે ટીમને 207 રનના લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદ કરી હતી.

ત્યાર બાદ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ભારતીય ટીમ (Team India) નો વિશ્વસનીય ખેલાડી બન્યો. તેની શાનદાર બેટિંગથી ભારતને 2018 માં 71 વર્ષમાં પ્રથમ વખત શ્રેણી (2-1) જીતવામાં મદદ મળી. પૂજારાએ આ શ્રેણીમાં 500 થી વધુ રન બનાવ્યા હતા.

 

જાણો, ક્રિકેટમાં 10 વર્ષ પુરા થતાં પુજારાએ ટ્વીટ કરીને શું લખ્યું
ચેતેશ્વર પૂજારાએ ટ્વિટ કર્યું હતું કે, ‘ભારતીય ક્રિકેટર તરીકે 10 વર્ષ પૂરા કરવાનું સન્માન અને લહાવો છે. મારા પિતાની દેખરેખ હેઠળ રાજકોટ ક્રિકેટ રમતી વખતે હું અહીં પહોંચી શકશે તેવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. સમર્થન અને ટેકા બદલ આભાર.

આ પણ વાંચો : રાહુલને ભારતીય ટીમમાં વિકેટકીપરની જવાબદારી સોંપવી જોઈએ નહીં: લારા

હું ટીમમાં વધુમાં વધુ યોગદાન આપવા આતુર છું. તેમણે આ તારીખ યાદ રાખવાનું બીજું કારણ પણ આપ્યું. ભારત તરફથી 77 ટેસ્ટમાં  ૫૮૪૦  રન બનાવનાર પૂજારાએ કહ્યું કે, સંજોગોવશાત આજે મારી પત્નીનો જન્મદિવસ પણ છે. તેથી પૂજાએ ખાતરી કરાવી કે હું આ તારીખ ક્યારેય ભૂલી શકતો નથી.

Author: Rahul Joshi