Bangalore (SportsMirror.in) : વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા દિપક પૂનિયા (Deepak Punia) સહિત ત્રણ વરિષ્ઠ પુરૂષ રેસલર્સ કોવિડ -19 ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ ગુરુવારે આ માહિતી આપી. ઓલમ્પિક ટીમમાં સામેલ પૂનીયા ( 86 કિલો) ઉપરાંત નવીન (65 કિલો) અને કૃષ્ણા (125 કિલો) કોવિડ -૧૯ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
Just in : #DeepakPunia & two other senior male wrestlers have been tested positive for #COVID19#SportsMirror pic.twitter.com/GUJyXWuhPK
— Sports Mirror India (@sportsmirror9) September 3, 2020
ત્રણેય કુસ્તીબાજો સોનેપતનાં એસએઆઈ કેન્દ્રમાં રાષ્ટ્રીય શિબિરનો ભાગ છે અને તેમાં જોડાતા પહેલા ક્વોરંટાઇન છે. સાઈએ નિવેદનમાં જણાવ્યું છે કે, ત્રણ વરિષ્ઠ પુરુષ કુસ્તીબાજોએ સોનીપટના સાઇ સેન્ટર ખાતે રાષ્ટ્રીય રેસલિંગ કેમ્પ માટે રિપોર્ટ કર્યો હતો અને કોવિડ -19 વાયરસની તપાસમાં પોઝીટીવ આવ્યા હતા.
દિપક પૂનિયા (Deepak Punia) એ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર સાથે ટોક્યો ઓલિમ્પિક્સમાં પોતાની જગ્યા પુષ્ટિ કરી હતી. સાવચેતીના પગલા તરીકે તેને એસ.એ.આઈ.ની પેનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્રણેય કુસ્તીબાજોનું આગમન સમયે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે રમત પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવા માટે SAI ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (SOP) માં ફરજિયાત છે.
આ પણ વાંચો : ઈજાના કારણે માતાએ માર્શલ આર્ટ્સ છોડાવ્યું, આજે દેશને મળી ‘ગોલ્ડન ગર્લ’ મનુ ભાકર
પ્રોટોકોલ મુજબ બધા રેસલર્સ અને સપોર્ટ સ્ટાફના આગમન સમયે ફરજિયાત આરટી-પીસીઆર પરીક્ષણ કરાવવું પડશે. જ્યારે ભારતીય રેસલિંગ ફેડરેશનનો સંપર્ક સાધતા તેઓએ કહ્યું કે તેઓને આ વિશે ખબર નથી. 1 સપ્ટેમ્બરના રોજ બધા કુસ્તીબાજો શિબિર માટે ભેગા થયા હતા. ક્વોરંટાઇન 14 દિવસ પૂર્ણ થયા પછી તાલીમ શરૂ થશે.
Author : Rahul Joshi