Home Cricket ડેવિડ મલાન BBL-10 માટે હોબર્ટ હરીકેન્સ સાથે જોડાયા

ડેવિડ મલાન BBL-10 માટે હોબર્ટ હરીકેન્સ સાથે જોડાયા

1649
0
Dawid-Malan join Hobart Hurricanes in BBL
Dawid Malan

Hobart (SportsMirror.in) : ઇંગ્લેન્ડનો બેટ્સમેન ડેવિડ મલાન (Dawid Malan) બિગ બેશ લીગ (Big Bash League) ની આગામી સીઝનમાં હોબર્ટ હેરીકેન્સમાં જોડાશે.

બિગ બેશ લીગ વિશ્વની શ્રેષ્ઠ ટી20 ગણવામાં આવે છે : ડેવિડ મલાન
સપ્ટેમ્બરમાં સાઉધમ્પ્ટનમાં રમાયેલી ટી -20 શ્રેણીમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ મીલાને આઈસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઇંગ્લેન્ડના આ સ્ટાર બેટ્સમેન ડેવિડ મલાન (Dawid Malan) ને કહ્યું, “બિગ બેશ લીગ (Big Bash League) વિશ્વની શ્રેષ્ઠ ટી 20 લીગમાં ગણાય છે.

 

હું હોબાર્ટ હરિકેંસ ટીમ સાથે જોડાઇને ખુશ છું : ડેવિડ મલાન
હું બિગ બેશ લીગની ટીમ હોબાર્ટ હરિકેંસ (Hobart Hurricanes) ટીમ સાથે કરાર કરવામાં ખુશ છું. મને ઓસ્ટ્રેલિયન રમત જે રીતે કામ કરે છે તે પસંદ છે અને મને ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોની સામે રમવાની મજા આવે છે.” ડેવિડ મલાને ટીમ સાથે જોડાયા બાદ કહ્યું.

ટીમના મુખ્ય કોચ એડમ ગ્રિફિથે કહ્યું છે કે ડેવિડ મલાન ટીમમાં સારી રીતે ફિટ થશે. તેણે કહ્યું, ‘મને આનંદ છે કે મિલાન જેવા પ્રતિભાશાળી અને અનુભવી ખેલાડી અમારી ટીમમાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : ઇયાન હિલ્લીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડમાં જોડાવાનો પ્રસ્તાવ મળ્યો

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડેવિલ મલાને ટી20 ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે : કોચ
હોબર્ટ હરિકેંસ ટીમના કોચ એડમ ગ્રિફિથે વધુમાં કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે ટી 20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. હું આશા રાખું છું કે તે હોબાર્ટ હરીકેંસ ટીમ સાથે તે જ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકશે. જ્યારે હું મિડીલસેક્સ તરફથી રમતો હતો ત્યારે મેં તેની સાથે થોડો સમય પસાર કર્યો હતો અને હું કહી શકું છું કે ડેવિડ મલાન (Dawid Malan) અમારી ટીમમાં ફિટ થશે.”

Author : Rahul Joshi