Home Cricket ક્રિકેટથી દુર રહેવા છતાં હાલ ધોનીએ મેળવી બેવડી સિદ્ધી

ક્રિકેટથી દુર રહેવા છતાં હાલ ધોનીએ મેળવી બેવડી સિદ્ધી

21
0
Photo Source : Google

1 ડિસેમ્બર, (SportsMirror.in), મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની હાલ ક્રિકેટથી દૂર છે. તમામને ખ્યાલ જ હશે કે ધોનીને ક્રિકેટની સાથે ફુટબોલની રમત સાથે જુનો લગાવ છે. પરંતુ આ બન્ને રમતથી આગળ જઇને તેણે હવે ટેનિસની રમતમાં હાથ અજમાવ્યો છે અને તેમાં ચેમ્પિયન પણ બન્યો. તો બીજી તરફ ઝારખંડમાં ધોની વ્યક્તિગત રીતે સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ પણ બની ગયો છે. ધોનીએ 57.04 કરોડનો ટેક્સ ભર્યો હતો.

ધોનીએ જીતી મેન્સ ડબલ્સ ટેનિસ ટૂર્નામેન્ટ

મુંબઇ ખાતે કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લૉન ટેનિસની આ સ્પર્ધાની ફાઇનલમાં ધોની-સુમિતની જોડીએ કન્હૈયા અને રોહિતની જોડી સામે મેન્સ ડબલ્સની ફાઇનલમાં જીત મેળવી હતી. આ પ્રસંગે ઝારખંડ ઓલિમ્પિક ફેડરેશનના સહસચિવ સંજય પાંડેનું કહેવુ છે કે રમત પ્રત્યે ધોનીનું જૂનુન છે, માટે તે કોઇ એક રમત સાથે બંધાયેલો નથી. ફાઇનલ મુકાબલામાં સીધા સેટમાં 6-3,6-3થી હરાવ્યા હતા.


ધોનીએ ભર્યો સૌથી વધુ ટેક્સ

મહેન્દ્રસિંહ ધોનીએ 2017-18માં 57.04 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આયકર વિભાગે આયકર મંથન 2018 કાર્યક્રમમાં સૌથી વધુ ટેક્સ ભરનારા નવ લોકોને સન્માનિત કર્યા હતા. સાથે જ વિભાગે ઉત્કૃષ્ટ કામ કરનારા 75 અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ધોની હાજર ન હતો. તે ક્રિકેટ કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટ રમવા મુંબઇ ગયો હતો. ટેક્સ આપવા મામલે બીજા નંબર પર રાંચીના બિઝનેસમેન નંદકિશોર અને ત્રીજા નંબરે અન્ય એક બિઝનેસમેન શંકર પ્રસાદ છે.