Home More Sports Positive India : પૈરા ઓલિમ્પિક 2020 ની તૈયારીઓ માટે ભેગી કરેલી રકમ...

Positive India : પૈરા ઓલિમ્પિક 2020 ની તૈયારીઓ માટે ભેગી કરેલી રકમ કોરોના વાયરસ માટે દાન કર્યા

4448
0
Paralympic Games (PC : Google)

Chandigarh (SportsMirror.in) : આંતરરાષ્ટ્રીય પૈરા ટેબલ ટેનિસ ખેલાડી (Paralympic Games) મુકેશ કુમાર અને તેની પત્ની પુનમે કોરોના વાયરસ સામે લડવા માટે વડાપ્રધાન રાહત ફંડમાં 1 લાખ રૂપિયાનું દાન કર્યું. આ બંને ખેલાડીઓની પસંદગી પૈરા ઓલિમ્પિક (Paralympic Games) 2020 માટે થઇ હતી. આ રકમ તેણે પૈરા ઓલિમ્પિકની તૈયારીઓ માટે ભેગા કર્યા હતા. પણ કોરોના વાયરસના કહેરને પગલે ઓલિમ્પિક 1 વર્ષ માટે સ્થગીત થઇ ગઇ છે.

દેશની મુશ્કેલ પરીસ્થિતીમાં આપણે સાથે રહેવું જોઇએ : ખેલાડી મુકેશ કુમાર
મુકેશના જણાવ્યા પ્રમાણે તે સરકારના નિર્ણનું સન્માન કરે છે. જિંદગી છે તો બધુ જ છે. આ આપણા દેશ માટે ઘણી મુશ્કેલ સ્થિતી છે. જનતાને અનુરોધ છે કે ધીરજ રાખે, શાંત રહે અને આવી સ્થિતીમાં ઘરમાં રહે. જ્યારે અમારા ચંદીગઢમાં તમામ અધિકારીઓ જનતાની શક્ય તેટલી તમામ મદદ કરી રહી છે ત્યારે આપણું પણ કર્તવ્ય છે કે આપણે તેમના પ્રયાસોનું સન્માન કરવું જોઇએ. આપણી પોલીસ, ડોક્ટરો અને હોસ્પિટલોના તમામ કર્મચારીઓને સલામ છે જે તમામ લોકોની ખરા દિલથી સેવા અને સુરક્ષા કરી રહી છે. ઘરમાં રહો, તકલીફના સમયે ખુશ રહો અને કોરોનાને હરાવો. તેના ટેબલ ટેનીસ કોચ રાજીવ કૌશલે જણાવ્યું કે આ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણા મેડલ જીત્યા છે. દિવ્યાંગ હોવા છતાં આ ખેલાડીઓ અને તેમનો પરીવાર સમાજ માટે તેમનું મહાન યોગદાન છે અને સમાજ માટે એક પ્રેરણા છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2021 ની નવી તારીખ થઇ જાહેર

પુત્ર યજતે પોતાના બચત ગલ્લો તોડીને 5345 રૂપીયાનું કર્યું દાન
મુકેશ અને પુનમના પુત્ર યજત કુમારે પોતાના બચત ગલ્લો તોડીને 5345 રૂપીયા વડાપ્રધાન રાહત ફંડમાં દાન કર્યા છે. યજતે જિમ્નાસ્ટીકની સ્ટેટ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યો હતો. તેના સીવાય મેથ્સ ઓલિમ્પિયાડમાં સિલ્વર મેડલ જીત્યો છે. કોરોના વાયરસના કહેરને પગલે યજત ઘરમાં રહીને ભણી રહ્યો છે. યજતે કહ્યું કે, દેશ મુશ્કેલમાં છે એવામાં આપણે બધાએ સાથે મળીનને આ સમસ્યાને દુર કરીએ. તમામ લોકો પરીવાર છે અને એટલા માટે આપણે ગરીબોની મદદ માટે આગળ આવવું જોઇએ. જિમ્નાસ્ટિક કોચ શશિએ જણાવ્યું કે બાળકો ભણવાથી શું સીખી રહ્યા છે એ આવા સમયે ખ્યાલ આવે છે. યજતની પહેલ સરાહનીય છે.

Source : Dainik Jagran