Derby (SportsMirror.in) : ઇંગ્લેન્ડની મહિલા (Women Cricket) ટીમે બુધવારે રમાયેલી બીજી ટી -20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની શ્રેણીમાં 47 રનની જીત સાથે 2-0ની લીડ મેળવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ મહિલાઓ (Women Cricket) એ 8 વિકેટે 151 રન બનાવ્યા હતા. આ પછી, તેના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વેસ્ટ ઇન્ડીઝને 20 ઓવરમાં આઠ વિકેટે 104 રન સુધી મર્યાદિત કરી દીધું હતું. શનિવારે આ મેદાન પર શ્રેણીની ત્રીજી મેચ રમવામાં આવશે.
Great night for our spinners as we went 2-0 up in the series.
15-minute highlights: https://t.co/X0YYGAkItv#WomensCricketMonth #ENGvWI pic.twitter.com/i8Z2xj5vt0
— England Cricket (@englandcricket) September 24, 2020
આ મેચમાં સારાહ ગ્લેને ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 26 રન બનાવ્યા હતા, જ્યારે એ. જોન્સે 25 રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડિઝ તરફથી સારા ટેલર અને એસ સેલમેને બે વિકેટ ઝડપી હતી.
જેના જવાબમાં કેરેબિયન ટીમે દેન્દ્ર ડોટિનના 38 રન છતાં 8 વિકેટે 104 રનની રમત રમી હતી. કેપ્ટન ટેલરે પણ 28 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : COVID19 થી જેટલી પુરૂષ ક્રિકેટને અસર થઇ છે તેટલી મહિલા ક્રિકેટ નથી થઇ : માંધના
ઇંગ્લેન્ડ તરફથી મેડી વિલર્સ, સારા ગ્લેન અને સોફી એસ્લેસ્ટને બે-બે વિકેટ ઝડપી હતી.
Author : Rahul Joshi