Home Boxing મેરી કોમ સીવાય ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરનાર મુક્કેબાજ તાલીમ માટે યુરોપ જવા રવાના...

મેરી કોમ સીવાય ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરનાર મુક્કેબાજ તાલીમ માટે યુરોપ જવા રવાના થશે

9524
0
Mary Kom will skip Olympic Trainings
Mary Kom

New Delhi (SportsMirror.in) : 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ (Mary Kom) અને અન્ય બે ખેલાડીઓને બાદ કરતા ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ક્વોલિફાય કરનાર ભારતીય બોક્સર આગામી સપ્તાહે ટોક્યો ગેમ્સની તૈયારી માટે ઇટાલી અને ફ્રાન્સમાં 2 દિવસીય ટ્રેનિંગ-કમ-ટૂર્નામેન્ટ પ્રવાસ માટે રવાના થશે. મેરી કોમ હાલમાં ડેન્ગ્યુથી સ્વસ્થ થઈ છે અને તેણે કોવિડ-19 રોગચાળાને કારણે ઓછામાં ઓછા આ વર્ષે વિદેશ પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો.

યુરોપ પ્રવાસ 15 ઓક્ટોબરથી શરૂ થશે. લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે (Mary Kom) કહ્યું કે, “હું ડેન્ગ્યુના કારણે છેલ્લા બે અઠવાડિયાથી બીમાર હતી. હું હવે ઘણી સારી છું પણ મુસાફરી કરીશ નહીં. હું દિલ્હી રહીશ અને અહીં તાલીમ લઈશ. જ્યાંસુધી તાલીમ માટે વિદેશ જવાની વાત છે તો તે તેને આવતા વર્ષે જોઈશું, ત્યાં સુધીમાં કદાચ કોવિડ-19 ની રસી પણ આવી જશે.”

 

આ પ્રવાસ પર 10 પુરુષ અને 6 મહિલા બોક્સર સહિત સપોર્ટ સ્ટાફની કુલ 28 સભ્યોની ટીમ જશે, જેના માટે સરકારે આશરે રૂ. 1.31 કરોડની મંજૂરી આપી છે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલા 9 બોક્સર (5 પુરુષ અને 4 મહિલા) માંથી 6 આ પ્રવાસ પર જશે. જેમાં અમિત પંઘાલ (52 કિલો), આશિષ કુમાર (75 કિલો), સતીશ કુમાર (91 કિલો), સિમરનજીત કૌર (60 કિલો), લવલિના બોરગોહેન (69 કિગ્રા) અને પૂજા રાની (75 કિલો).

વિકાસ કૃષ્ણ (69 કિલો) યુએસમાં તાલીમ લઈ રહ્યો છે અને મનીષ કૌશિક ઈજાથી સ્વસ્થ થઈ રહ્યો છે. બંને મેરી કોમની જેમ આ ટૂર પર નહીં જાય. આ ટીમ 15 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી 52 દિવસ માટે ઇટાલીના એસિસીમાં તાલીમ લેશે. ફ્રાન્સના નાન્ટેસમાં 28 થી 30 ઓક્ટોબર દરમિયાન યોજાનારી એલેક્સીસ વાસ્ટિન આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ટીમના 13 બોકસર ભાગ લેશે.

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Sports Authority of India) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત દ્વારા હજી સુધી પ્રાપ્ત ક્વોલિફાઈ ના થનાર 4 કેટેગરીની (57, 81 અને 91 કિલો અને 57 કિલોનો ક્વોટા) મહિલાઓ પણ પ્રવાસ કરી રહી છે. જેઓ ટીમનો ભાગ બનશે. તેમની સાથે 8 પુરૂષ અને 4 મહિલા કોચ અને સપોર્ટ સ્ટાફ રહેશે.

ઓગસ્ટથી પટિયાલાના નેશનલ કેમ્પમાં બોક્સર બાયો બબલમાં તાલીમ લઈ રહ્યા હતા. પરંતુ કોવિડ-19 વાયરસના કારણે તેમને કોઈ જોડીદાર સાથે પ્રેક્ટિસ કરવાની મનાઈ ફરમાવી હતી. ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોટા હાંસલ કરવા માટે ભારતીય મુક્કેબાજો માટે અંતિમ ટૂર્નામેન્ટ આગામી વર્ષે વર્લ્ડ ઓલિમ્પિક ક્વોલિફાઇંગ સ્પર્ધા હશે. રાષ્ટ્રીય કોચ કુટપ્પાએ કહ્યું કે, “ગયા વર્ષે તે જ સમયે અમે અમારી ટૂર્નામેન્ટ ફિટનેસની ટોચ પર હતા અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહ્યા હતા અને સખત તાલીમ આપી હતી.

આ પણ વાંચો : Tokyo Olympics: અમને ટોક્યોમાં મેડલ જીતવાનો વિશ્વાસ છે: આકાશદીપ

આ મુલાકાતને મંજૂરી આપવા બદલ સરકારનો આભાર. ખેલાડીઓ ઘણા ખુશ છે, તેઓ ટૂર્નામેન્ટ અને ટ્રેનિંગ ઈચ્છે છે. તેઓ યુરોપિયન બોકસર્સની સામે તેઓ કયા સ્તરે હતા તે જોવા માગતા હતા. વિદેશ પ્રવાસ તેમને યુરોપમાં ટૂર્નામેન્ટનો વધુ સારો ખ્યાલ આપશે.

Author: Rahul Joshi