Home Badminton Exclusive : બેડમિન્ટનને ફેમેલિ સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા તરીકે જાહેર કરી દેવું જોઇએ...

Exclusive : બેડમિન્ટનને ફેમેલિ સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા તરીકે જાહેર કરી દેવું જોઇએ : તાપસી પન્નુ

58
0
Photo Source :: Instagram

અમદાવાદ (SportsMirror.in) : અમદાવાદમાં 2 થી 6 જાન્યુઆરી સુધી બેડમિન્ટનનો ફિવર જામ્યો હતો. પ્રીમિયર બેડમિન્ટન લીગની મેચો અમદાવાદમાં રમાઇ હતી. જેથી વિશ્વના સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ અમદાવાદના મહેમાન બન્યા હતા. ત્યારે SportsMirror.in એ લીગની નવી પુણે ટીમના માલિક તાપસી પન્નુ સાથે ખાસ વાત કરી હતી.

પ્રશ્ન 1 : અમદાવાદમાં તમે ઘણીવાર આવ્યા છો, તો તમને આ શહેરમાં ફરવાની પસંદગીની જગ્યા કઇ છે.?

જવાબ 1 : હા, હું અમદાવાદમાં ઘણીવાર આવતી રહું છું. કારણ કે મારી માસી અહીયા રહે છે. મને અમદાવાદમાં સૌથી વધારે મને લો ગાર્ડનમાં જવું વધારે પસંદ છે. ત્યા કલરફુલ કપડા ખરીદવા વધારે પસંદ છે. અને હા મને કેરીનો રસ મારો ફેવરીટ છે.

 

પ્રશ્ન 2 : શું કામ બેડમીન્ટન પસંદ કર્યુ.

જવાબ 2 : હું ફિલ્મોમાં હોવાના કારણે બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે મને રમતમાં ઘણી વધારે રૂચી છે. હું નાનપણથી જ રમતમાં ઘણી રૂચી રાખતી હતી. બેડમીન્ટન એક એવી રમત છે કે મને નથી લાગતું કે ભારતમાં એક પણ એવો વ્યક્તિ હશે કે જેણે બેડમિન્ટનનું રેકેટ ઉઠાવ્યું ન હોય. ફેમીલી પિકનીક હોય કે સ્કુલની પીકનીક હોય કે પછી મિત્રો ક્યાય ફરવા માટે ગયા હોય ત્યારે મોટા ભાગના લોકો બેડમિન્ટન રમવાનું વધુ પસંદ કરે છે. હું પણ ઘણીવાર ફિલ્મના શુટમાંથી સમય નીકાળીને બેડમિન્ટન રમું છું. હું તો એવું કહું છું કે બેડમિન્ટનને “ફેમેલી સ્પોર્ટસ ઓફ ઇન્ડિયા” જાહેર કરી દેવું જોઇએ.

પ્રશ્ન 3 : બેડમિન્ટનની રમત તમે ક્યારથી ફોલો કરો છો?

જવાબ 3 : બેડમિન્ટન રમત તો હું પહેલાથી જ રમતી હતી પણ જ્યારથી સાઇના નેહવાલે જ્યારેથી પર્ફોર્મ કરવાનું (ઓલિમ્પિકમાં મેડલ લીધો તે પહેલા) શરૂ કર્યું ત્યારથી મે બેડમિન્ટનને પુરી રીતે ફોલો કરવાનું શરૂ કર્યું. ગોપીચંદ બાદ સાઇનાએ ભારતમાં બેડમિન્ટનને જોવાનો નજરીયો બદલી નાખ્યો. મે ઘણી આંતરરાષ્ટ્રીય મેચ લાઇવ જોઇ છે. હવે તો ભારતમાં ઘણા આંતરરાષ્ટ્રીય કક્ષાના બેડમિન્ટન ખેલાડીઓ છે અને ઘણા તૈયાર થઇ રહ્યા છે. હું બેડમિન્ટન એટલી હદે ફોલો કરતી હતી કે એક સમય એવો હતો કે મને બેડમિન્ટનના ટોપ 10 ખેલાડીઓ કોણ છે તેના પુરા નામ મોઢે હતા.

Photo Source :: Instagram

પ્રશ્ન 4 : ભારતમાં સ્પોર્ટસ લીગમાં બેડમિન્ટનમાં કેમ તમે ટીમ ખરીદી. અન્ય સ્પોર્ટસમાં ટીમ ખરીદવાનો આ પહેલા વિચાર આવ્યો હતો ખરા.?

જવાબ 4 : જ્યારે આ નિર્ણય સામે આવ્યો કે ક્રિકેટમાં જોયું તો તેમાં ઘણા બધા મોટા લોકો જોડાયેલા છે. પણ હું હેરાન ત્યારે થઇ કે બેડમિન્ટનમાં હજુ સુધી કોઇ સેલિબ્રિટીએ કેમ હાથ નથી લગાવ્યો..? મારા હિસાબે ક્રિકેટ બાદ બેડમિન્ટન એક એવી આંતરરાષ્ટ્રીય રમત છે ભારત હાઇપ્રોફાઇલ કક્ષા સુધી પહોચ્યું છે. અને મે કહ્યું તેમ આ રમત એવી નથી કે કોઇ જાણતું ન હોય. મોટા ભાગના લોકો આ રમતને જાણતા અને રમેલા હશે. તેથી ગયા વર્ષે જ મે બેડમિન્ટન લીગમાં ટીમ ખરીદવાનું નક્કી કર્યું અને તેના પર કામ ચાલુ કરી દીધું.

પ્રશ્ન 5 : સોફ્ટવેર એંન્જીનિયર તરીકે ઇંફોસીસ જેવી મોટી કંપનીમાં નોકરી મળવા છતાં કેમ નોકરી છોડીને ફિલ્મમાં આવ્યા.

જવાબ 5 : હું ભણવાના શોખને કારણે મેં એંન્જિનીયર કર્યું. પણ નોકરી મળ્યા બાદ મને લાગ્યું કે ટીપીકલ 9 થી 5 ની નોકરી કરી મને ખુશી નહી મળે. ત્યાર બાદ મને ભણવાનો શોખ હતો એટલે એમબીએની તૈયારી શરૂ કરી. દરમ્યાન હું મિડલ ક્લાસ પરીવારથી આવતી હતી એટલે જાતે કમાઇને ખર્ચો કરવાની પરીસ્થીતી આવી. જેથી મે મોડેલીંગ શરૂ કરી. ત્યારથી પછીની સફર તમામ લોકો જાણે છે.

પ્રશ્ન 6 : બેડમિન્ટન લીગમાં ટીમ ખરીદ્યા બાદ સ્પોર્ટસે તમને શું શિખવાડ્યું ?

જવાબ 6 : હજું પ્રોફેશનલ રમતમાં આવ્યાના 3 મહિના જ થયા છે પણ અત્યાર સુધી એટલું શીખવા મળ્યું કે હાર અને જીતને એક સાથે કઇ રીતે લેવું. કોઇ એવું લખીને આપી નથી શકવાનું કે આ સ્ટાર ખેલાડી છે તો તમારી ટીમ જરૂરથી જીતશે. અને જો હારને તમે પોઝીટીવ નહી લો તો તમે બીજા દિવસે ઉભા જ નહી થઇ શકો. એટલા માટે હાર-જીતને બેલેન્સ કરીને આગળ વધવાનુ શીખવાડ્યું છે.