Home Football જર્મન ક્લબ બાયર્ન મ્યુનિખે 8મી વાર જર્મન સુપર કપ જીત્યો, આ વર્ષે...

જર્મન ક્લબ બાયર્ન મ્યુનિખે 8મી વાર જર્મન સુપર કપ જીત્યો, આ વર્ષે ચેમ્પિયન્સ લીગમાં ચેમ્પિયન બની હતી

1399
0
FC Bayern Munich
FC Bayern Munich

Germany (SportsMirror.in) : જર્મન ક્લબ બાયર્ન મ્યુનિખે (FC Bayern) ડૉર્ટમન્ડને 3-2થી હરાવીને જર્મન સુપર કપનું (Super Cup 2020) ટાઈટલ જીતી લીધું છે. કોરેન્ટિન ટોલીસોએ 18મી અને થોમસ મૂલરે 32મી મિનિટમાં ગોલ કરીને બાયર્ન (FC Bayern) ને 2-0થી આગળ કરી દીધી હતી. જોકે, બ્રાન્ટ અને હોલેન્ડના ગોલે 55મી મિનિટમાં મેચને 2-2થી બરાબરી પર લાવી લીધી હતી. 82મી મિનિટમાં જોશુઆ કિમિચના ગોલે બાયર્નનો વિજય પાકો કરી દીધો.

 

જર્મન ક્લબ બાયર્ન મ્યુનિખે (FC Bayern) વિક્રમી 8મી વખત આ ટૂર્નામેન્ટ જીતી છે. સાથે જ આ વર્ષનું તેનું 5મું ટાઈટલ છે. બાયર્ન બુંદેસલિગા, યુએફા ચેમ્પિયન્સ લીગ, યુએફા સુપર કપ અને જર્મન કપ જીતી ચુકી છે.

માનચેસ્ટર સિટી કારબાઓ કપ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી
ડિફેન્ડિંગ ચેમ્પિયન માનચેસ્ટર સિટીએ કારબાઓ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે બર્નલેને 3-0થી હરાવી. સિટીની ટીમ ટૂર્નામેન્ટમાં 2016થી હારી નથી. આ ઉપરાંત માનચેસ્ટર યુનાઈટેડે બ્રાઈટનને 3-0થી હરાવીને અંતિમ-8માં સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો : નેપોલી જુવેન્ટસ સામેની મેચ પહેલા 2 ખેલાડીઓના COVID કેસની પુષ્ટિ કરી

માનચેસ્ટર સિટી તરફથી સ્ટર્લિંગે 2 ગોલ કર્યા હતા
માનચેસ્ટર સિટી તરફથી રહીમ સ્ટર્લિંગે બે અને ફેરેન ટોરેસે એક ગોલ કર્યો હતો. સિટી છેલ્લા ત્રણ વર્ષથી આ ટૂર્નામેન્ટ જીતતી આવી છે. ટીમે કુલ 7 વખત ટાઈટલ જીત્યું છે. સૌથી વધુ 8 વખત લિવરપૂલની ટીમ અહીં ચેમ્પિયન બની છે.