Home Football ફુટબોલ ના એક યુગનો અંત, દિગ્ગજ ડિએગો મારાડોનાનું થયું નિધન

ફુટબોલ ના એક યુગનો અંત, દિગ્ગજ ડિએગો મારાડોનાનું થયું નિધન

5581
0
Diego Maradona
Diego Maradona

Mumbai (SpotsMirror.in) : વિશ્વના દિગ્ગજ ફુટબોલર એવા જાણીતા 1986 વિશ્વ કપમાં આર્જેન્ટીનાની જીતના નાયક રહેલા ડિએગો મારાડોના (Diego Maradona) નું બુધવારે નિધન થઇ ગયું છે. વિશ્વના દિગ્ગજ ગણાતા ફુટબોલર પેલેની સાથે ગણના થનાર ડિએગો મારાડોનાનું 60 વર્ષની ઉમરે નિધન થયું છે.

 

છેલ્લા લાંબા સમયથી કોકીનની લત અને મોટાપાના કારણે મારાડોના ઘણી તકલીફો સામે ઝઝુમી રહ્યા હતા. ફુટબોલ વિશ્વના દિગ્ગજ ખેલાડી મારાડોના (Diego Maradona) ના નિધન થવાથી આર્જેન્ટીનામાં 3 દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત દેશની સરકારે કરી છે.

ये खबर हिंदी में भी पढे : फुटबॉल के एक युग का अंत, नहीं रहे डिएगो माराडोना

વિશ્વભરના ફુટબોલ પ્રેમીઓમાં આ સમાચારથી શોકનું મોજુ ફરી વળ્યું છે અને સોશિયલ મીડિયા પર આ મહાન ફુટબોલરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 2 સપ્તાહ પહેલા જ મગજના ઓપરેશન બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : અનિરૂધ થાપા ફિફા કપમાં મેસ્સી અને રોનાલ્ડોને રમતા જોવા માંગે છે

ફુટબોલ વિશ્વ કપ 1986 માં ઇંગ્લેન્ડ સામે ક્વાર્ટર ફાઇનલમાં ‘ખુદા કા હાથ’ વાળા ગોલ ના કારણે ફુટબોલ ની કિવદંતિયો માં પોતાનું નામ જાણીતું કરનાર મારાડોના (Diego Maradona) બે દશકથી લાંબા સમય સુધીની કારકિર્દીમાં ફુટબોલ પ્રેમીઓમાં જાણીતા રહ્યા હતા. નશાની લાહતમાં અને રાષ્ટ્રીય ટીમની હારથી તેની પ્રતિષ્ઠા પર ઠેસ પહોંચી હતી. પણ ફુટબોલના દીવાના માટે આ ‘ગોલ્ડન બોય’ બન્યા રહ્યા.