Sydney (SportsMirror.in) : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પુર્વ ફાસ્ટ બોલર જ્યૉફ લૉસન (Geoff Lawson) નું માનવું છે કે ટેસ્ટમાં સુકાની વિરાટ કોહલી ન હોય તો ભારતીય ટીમ (Team India) એવી લાગશે, જેમ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીથી ઓસ્ટ્રેલિયા ટીમ હોય. વિરાટ કોહલી એડિલેડથી 17 ડિસેમ્બરથી 4 ટેસ્ટ મેચની સીરિઝમાં પહેલી મેચ રમશે.
આ પહેલી ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલી (Virat Kohli) પોતાના પહેલા બાળકના જન્મ માટે સ્વદેશ પોતાના ઘરે ભારત પરત ફરશે. જોકે તે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે અને ટી20 સીરિઝ રમશે. વન-ડે સીરિઝની શરૂઆત 27 નવેમ્બરથી થશે.
જ્યૉફ લૉસને (Geoff Lawson) સિડની મોર્નિંગ હેરાલ્ડમાં પોતાની કોલમમાં લખ્યું કે, “વિરાટ કોહલી વગર ટીમ ઇન્ડિયા એવી લાગશે જેમ ઓસ્ટ્રેલિયાની ટીમ સ્ટીવ સ્મિથ (Steve Smith) અને ડેવિડ વોર્નર (David Warner) વગર. તે માત્ર નથી બનાવતો પણ પુરી ટીમમાં માનસિક દબાણ ઓછું કરે છે.”
Indian Captains To Score Test Century in Australia
Virat Kohli – 4 in 11 Innings
All Others – 3 in 77 InningsThats The Range Of King Kohli 👑#ViratKohli pic.twitter.com/1qTXvjojAT
— RCB Trends™ (@TrendRCB) November 19, 2020
વિરાટ કોહલી (Virat Kohli) ની ટેસ્ટ મેચમાં અત્યાર સુધી 53.62 ની એવરેજ થી 7240 રન બનાવ્યા છે. તો સ્ટીવ સ્મિથ બાદ ઘણા લાંબા સમયથી ICC રેકિંગમાં ટોપના ક્રમનો બેટ્સમેન છે. વિરાટ કોહલીના સુકાની પદ હેઠળ ગત વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ સમયે 71 વર્ષ બાદ પેહલીવાર ટેસ્ટ સીરિઝ જીતી હતી.
લૉસને કહ્યું કે ગત વર્ષની તુલનામાં આ વખતે ઓસ્ટ્રેલિયા ઘણી મજબુત છે. ગત વર્ષે જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે બોલ સાથે છેડછાડ કરવાના કારણે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર તે સીરિઝનો ભાગ ન હતા.
તેણે વધુમાં કહ્યું કે, “ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ અને ત્યાર બાદ ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. ત્યાર બાદ તેણે ગત સમરમાં પાકિસ્તાનને પણ ટક્કર આપી હતી. આંતરરાષ્ટ્રીય સીઝનની શરૂઆત થયા બાદ ટીમ નંબર 1 બની છે અને બેટીંગમાં ટીમ પાસે ઘણા વિકલ્પો છે.”
આ પણ વાંચો : AUSvIND: કોહલીની સેના સામે ઓસ્ટ્રેલિયા માટે સીરિઝ વધુ સ્પર્ધાત્મક હશે: સ્ટોઇનીસ
પુર્વ ફાસ્ટ બોલરે (Geoff Lawson) કહ્યું કે, “ભારતીય ક્રિકેટરોને અનઅપેક્ષિત સ્પર્ધાની આશા હશે. 2 વર્ષ પહેલા, પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીત્યા બાદ હવે તેનો બચાવ કરશે.