Home Australia Vs India જ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ

જ્યારે ક્રિકેટના ભગવાને ખુદ કર્યા મોહમ્મદ સિરાજની બોલીંગના વખાણ

740
0
Mohammed Siraj and Sachin Tendulkar
Mohammed Siraj and Sachin Tendulkar

Brisbane (SportsMirror.in) : પોતાની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી ટેસ્ટ રમી રહેલા મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) એ હાલ ચાલી ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં પહેલા અને બીજા દિવસે ઘણા ઈન-કટર નાંખ્યા હતા. એવું કહેવામા આવી રહ્યું હતું કે : ગાબાની પિચ પરની તિરાડની મદદ વડે સિરાજ ઈન-કટર્સ નાંખી રહ્યો છે. પરંતુ ભારતીય દિગ્ગજ ક્રિકેટર એવા સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ આ વાતને ખોટી ગણાવી હતી.

સચિને કર્યા સિરાજની બોલીંગના વખાણ
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે જણાવ્યું કે, મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) પાસે ઈન-કટર્સ નાંખવાની નેચરલ ક્ષમતા છે. એવામાં એવું કહેવું કે- તે પિચની તિરાડની મદદથી ઈન-કટર્સ નાંખી રહ્યો છે તો આમ કહેવું ખોટું ગણાશે.

આ પણ વાંચો : ડેબ્યૂ પર ભારતનો બીજો સૌથી સફળ લેફ્ટ આર્મ પેસર બન્યો નટરાજન

26 વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) અંગે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ‘જ્યારે મોહમ્મદ સિરાજ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે અમુક લોકો કહેતા હતા કે પિચ પરની તિરાડથી મદદ મળી રહી છે. પરંતુ મે જોયું કે તે કંઈક અલગ છે. તે આઉટ સ્વિંગર નાંખી રહ્યો હતો. સીમ પ્રથમ સ્લિપ તરફ રહેતી હતી અને ક્યારેક બીજી સ્લિપ તરફ રહેતી. મે જોયું કે તે જ્યારે ઈન-કટર્સ નાંખતો ત્યારે આંગળીની મૂવમેન્ટ બદલાઈ જતી. તે ક્રોસ સીમ થઈ જતી. એવામાં હું નથી માનતો કે ઈન-કટર્સ માટે તિરાડથી મદદ મળતી હોય. તેની અંદર ઈન-કટર્સ નાંખવાની નેચરલ ક્ષમતા છે.’

Author: Sarah Ali