Home Golf ગોલ્ફર અર્જુન અટવાલનો કોવિડ-19 રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ રોકેટ મોર્ટગેજ ટૂર્નામેન્ટ માટે...

ગોલ્ફર અર્જુન અટવાલનો કોવિડ-19 રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ રોકેટ મોર્ટગેજ ટૂર્નામેન્ટ માટે તૈયાર

1840
0
Golfer Arjun Atwal

Delhi (SportsMirror.in) : ભારતીય ગોલ્ફર અર્જુન અટવાલે (Golfer Arjun Atwal) કોરોના વાયરસ તપાસમાં રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેને પગલે આગામી રોકેટ મોર્ટગેજ ક્લાસિક ટૂર્નામેન્ટની તૈયારી માટે આ અઠવાડિયે પીજીએ ટૂર શરૂ કરી છે.

ભારતીય ગોલ્ફર અર્જુન અટવાલે (Golfer Arjun Atwal) કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ કહ્યું, સૌથી પહેલાં તો પરીક્ષણ કરાવવાનું હતું. તેનું પરિણામ આવ્યા પછી જ ક્યાંક જઈ શકાય છે. મારે કેટલાક કલાકો સુધી રાહ જોવી પડી હતી, પરંતુ પરિણામ મળ્યા બાદ રાહત થઈ છે.તે મેટ જોન્સ અને માઇકલ થોમ્પસન સાથે પ્રથમ બે રાઉન્ડ રમશે.

આ પણ વાંચો : આગામી ત્રણ મહિનામાં વિજેન્દ્ર ફરી બોક્સિંગ રિંગમાં ઉતરવાની તૈયારીમાં

ગોલ્ફર અર્જુન અટવાલે કહ્યું કે, ‘મેં સખત મહેનત કરી છે અને 15 પાઉન્ડ વજન ઓછુ કર્યું છે. મેં મારા પુત્ર સાથે પ્રેક્ટિસ કરી જે બાસ્કેટબોલ રમે છે. મેં મારો આહાર બદલ્યો છે અને ઓછી કેલરીવાળી વસ્તુઓ ખાઉં છે.

Author : Rahul Joshi