Melbourne (SportsMirror.in) : ગત મહિને દુબઇમાં ઓસ્ટ્રેલિયા ઓપન માટે અંતિમ ક્વોલિફાય રાઉંડમાં સર્બિયાના કિશોર ઓલ્ગા ડૈનિલોવિચની સાથેની મેચમાં ભારતની ટોચની ક્રમાંકીત મહિલા ખેલાડી અંકિતા રૈના (Ankita Raina) ત્રીજા સેટમાં હારી જતાં ઓસ્ટ્રેલિયા ઓપનમાં (Australian Open 2021) ડાયરેક્ટ એન્ટ્રી કરી શકી ન હતી.
જોકે તેનું પ્રદર્શન ટુર્નામેન્ટના આયોજકોને સારૂ લાગ્યું હતું અને અંકિતા રૈના (Ankita Raina) ને મહિલા ક્વોલિફાયરના 6 વૈકલ્પિક ખેલાડીઓમાં સ્થાન મળ્યું અને તેને પોતાના સપનાને સાકાર કરવાની એક મોટી તક મળી છે.
Heartiest congratulations to @ankitaraina_official for becoming the 5th Indian woman to feature in a Tennis Grand Slam main draw.
She is set to play her first-round match at the #AustralianOpen on Feb 10th
All the best!! pic.twitter.com/6hZEYeywFA
— Ashoke Pandit (@ashokepandit) February 9, 2021
અંકિતા રૈના (Ankita Raina) એ મેલબોર્નથી કહ્યું કે, “એ દિવસે મે મારી બધી જ તાકાત લગાવી દીધી જે શારીરિક રીતે મારી પાસે હતી. પણ તે 100% આપ્યું તેવું મહેસુસ કરી શકી ન હતી. પણ મે અંતિમ સમય સુધી લડત આપી હતી. ક્યારેક ક્યારેક મને લાગે છે કે અમુક વસ્તુઓ પોતાની રીતે જ ઠીક થઇ જાય છે.”
28 વર્ષીય અંકિતાએ અંતે ગ્રાંડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપનના (Australian Open 2021) મુખ્ય ડ્રોમાં પદાપર્ણ કરશે. અંકિતા રૈના ટુર્નામેન્ટમાં મહિલા ડબલ્સ કેટેગરીમાં રોમાનીયાની મિહેલા બુજારનેસ્કુ સાથે જોડી બનાવી છે.
2018 ફ્રેન્ચ ઓપનથી શરૂઆત કરતા અંકિતા રૈના (Ankita Raina) ત્રણ વર્ષમાં 9 વાર સિંગલ્સ ક્વોલિફાયરના માધ્યમથી પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતી હતી. તે ગત મહિને પહેલીવાર ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં પહોંચી હતી. અંકિતા રૈનાએ ITF સર્કિટ પર 11 સિંગલ્સ અને 19 ડબલ્સના ખિતાબ જીત્યા છે. તેમ છતાં તે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમવાથી અત્યાર સુધી વંચીત રહી.
અંકિતા રૈનાએ કહ્યું કે, “અંતે મારૂ ગ્રાન્ડ સ્લેમ રમવાનું પુરૂ થયું અને હું ઓસ્ટ્રેલિયા ઓપન 2021 નો ભાગ બની. હું ઘણી ઉત્સાહીત છું અને તેના માટે ઉત્સુક છું.”
ये खबर हिंदी में भी पढे : अंकिता रैना ने अपने ग्रैंड स्लैम योग्यता के सपने को हकीकत में बदल दिया
અંકિતા રૈના (Ankita Raina) ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં રમનાર પાંચમી ભારતીય મહિલા અને ડબલ્સ કેટેગરીમાં સાનિયા મિર્ઝા બાદ બીજી મહિલા બની છે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયન ઓપનમાં દરરોજ 30,000 મુલાકાતીઓ પ્રવેશ કરશે
મુળ ગુજરાતી ખેલાડી અંકિતા (Ankita Raina) હજુ પણ એક સિંગલ્સ હારનાર ખેલાડીના રૂપમાં ઓસ્ટ્રેલિયા ઓપન 2021 માં સિંગલ્સ કેટેગરીમાં જગ્યા બનાવી શકે છે જો ત્રણ ખેલાડીઓ આવનારા દિવસોમાં પોતાના પહેલા રાઉન્ડની મેચ પહેલા જ હટી જાય છે તો જ.
Author: Adhirajsinh Jadeja