Home Cricket ભારતનો એક એવો બોલર કે જેના બાઉન્સરથી બેટ્સમેનો ડરતા હતા

ભારતનો એક એવો બોલર કે જેના બાઉન્સરથી બેટ્સમેનો ડરતા હતા

27
0
Photo Source : Google

મુંબઇ (SportsMirror.in) :  ગુજરાતના રોજકોટ શહેરમાં જન્મેલા જમણા હાથના બોલર જેને રમવામાં વિદેશી બેટ્સમેનો પણ ડરતા હતા. કરસન ગાવરી ભારતીય ટીમ માટે 39 ટેસ્ટ અને માત્ર 19 વન-ડે રમ્યા હતા. કરસન ગાવરી તેમના કરિઅરમાં 1975 અને 1979નો વર્લ્ડ કપ પણ રમ્યા હતા. કરસન ગાવરી 1974 થી 1981 ભારતીય ટીમનો ભાગ રહ્યા હતાં. એમની યુનિક બોલિંગ એક્શનના કારણે ફાસ્ટ બોલિંગ સાથે લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ પણ કરી શકતા હતા. આ જ બોલિંગ સ્ટાઈલના કારણે તેમણે ઘણી મેચમાં મહત્વનું યોગદાન પણ આપ્યું હતું.

કરસન ગાવરીનો જન્મ 28 ફેબ્રુઆરી 1951ના ગુજરાતના રાજકોટમાં થયો હતો. ગુજરાતમાં જ તેમના કરિઅરની શરુઆત કરનારા કરસન ગાવરીએ તેમના કરિઅરમાં 109 ટેસ્ટ વિકેટ લીધી હતી. કરસન ગાવરી 1974માં તેમના ક્રિકેટ કરિઅરની શરુઆત કરી હતી. કરસન ગાવરીએ 1974માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યું હતું. કરસન ગાવરીએ 39 ટેસ્ટ અને 19 વન-ડે સિવાય 159 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી જેમાં 452 વિકેટ તેમના નામે રહી હતી. કરસન ગાવરી ભારતીય ટીમ માટે એક ઓલરાઉન્ડર તરીકે ભૂમિકા નિભાવતા હતા.

કરસન ગાવરીનો ઓસ્ટ્રેલિયા સામે બાઉન્સર બોલિંગ નાખવાનો કિસ્સો ખુબ જાણીતો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર ટેલએંન્ડરોએ ભારતીય બેટ્સમેનો સામે બાઉન્સર બોલિંગ થી પ્રહાર કર્યા હતા. ત્યારે બિશન સિંહ બેદીએ કરસન ગાવરીને કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને માત્ર બાઉન્સર જ નાખે. કરસન ગાવરીના બાઉન્સર સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને પણ આવીને તેમને કહેવું પડ્યું હતું કે, જો કરસન ગાવરી બાઉન્સર નાખશે તો ઓસ્ટ્રેલિયન બોલરો પણ બાઉન્સર જ ફેંકશે. કરસન ગાવરી પર આ વાતની ખાસ અસર થઈ હતી નહી અને તેમના સ્પેલમાં તેમણે બાઉન્સર વડે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ઘણા પરેશાન કર્યા હતા.