Home Cricket હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પિતાને લઇને કરી ભાવુક પોસ્ટ

884
0
Hardik Pandya and Father Himanshu Pandya
Hardik Pandya and Father Himanshu Pandya

Vadodara (SportsMirror.in) : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ તેના પિતાના નિધનના એક દિવસ પછી સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી હતી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા ના પિતા હિમાંશુ પંડ્યા નું શનિવારે સવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. તે 71 વર્ષના હતા. જેને પગલે પંડ્યા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

 

હાર્દિક પંડ્યા નો મોટો ભાઈ ક્રુણાલ સૈયદ મુસ્તાક અલી ટોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તે બાયો બબલ છોડી અને ટીમ છોડીને ઘરે જતો રહ્યો હતો. પંડ્યા પરિવારમાં આવી પડે દુખદ ઘટનાના બીજા દિવસે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ લખ્યું કે, “મારા પિતા, મારા હીરો. તમને ગુમાવવું એ માનવું જીવનની સૌથી મુશ્કેલ બાબતોમાંની એક છે. પરંતુ તમે અમારા માટે આટલી મોટી મેમરી છોડી દીધી છે કે અમે ફક્ત કલ્પના કરી શકીએ કે તમે હસતા હશો.”

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ આગળ લખ્યું, ” જ્યાં તમારા પુત્રો ઉભા છે તે તમારી મહેનત અને આત્મવિશ્વાસને કારણે છે. તમે હંમેશા ખુશ હતા. હવે આ ઘરમાં તમારી ગેરહાજરી થી મનોરંજન ઘટાડશે. અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને કરતા રહીશું. તમારું નામ હંમેશા ટોચ પર રહેશે. મને એક વાત ખબર છે, તમે અહીં જે રીતે કર્યું તે જ રીતે તમે અમને જોઈ રહ્યા છો.”

આ પણ વાંચો : પંડ્યા પરિવાર પર આભ ફાટ્યું: હાર્દિક પંડ્યાના પિતાનું થયું નિધન

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ વધુમાં કહ્યું, ” તમને અમારા પર ગર્વ હતો, પરંતુ પપ્પાને આપણા બધા પર ગર્વ છે કે તમે હંમેશાં તમારું જીવન જીવ્યું! જેમ કે મેં પહેલા પણ કહ્યું હતું અને ફરી એકવાર કહું છું કે હું મારા જીવનના દરેક દિવસે યાદ કરીશ. લવ યુ પપ્પા.”

Author: Vishal Vaja