Mumbai (SportsMirror.in) : આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) એ ગુરુવારે કોવિડ -19 ને લઇને જાહેરાત કરી છે. જેમાં મુસાફરી પ્રતિબંધોને કારણે હોકી ફેડરેશન દ્વારા આયોજીત પ્રો લીગ (Pro Hockey) ની આગામી બે મેચ મુલતવી રાખી હતી. બ્રિટન અને જર્મની (પુરુષ ટીમ) આવતા અઠવાડિયે સામ સામે મેચ રમાવાની હતી. જ્યારે ચીન અને બેલ્જિયમ આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર મહિલા ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન એક નિવેદનમાં જણાવ્યું છે કે, જર્મની, બેલ્જિયમ અને ચીનમાં કોવિડ – 19 વૈશ્વિક રોગચાળાને કારણે મુસાફરી સંબંધિત પ્રતિબંધોને કારણે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોની વિનંતી પર હોકી ફેડરેશન (FIH) દ્વારા આ એફઆઇએચ હોકી પ્રો લીગ (Pro Hockey) મેચોને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. કર્યું. એફઆઈએચએ વધુમાં જણાવ્યું હતું કે તે વૈશ્વિક આરોગ્ય સંકટ પર નજર રાખશે અને સંબંધિત ટીમોના અધિકારીઓની સલાહ લીધા બાદ આ મેચો માટે નવી તારીખોની ઘોષણા કરશે.
હોકી ફેડરેશન (FIH) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થિયરી વેલે કહ્યું કે, “આવા નિર્ણયો લેવો હંમેશાં ખરાબ હોય છે પરંતુ અમે સંજોગોને સારી રીતે સમજીએ છીએ અને આ ક્ષણે આ સૌથી યોગ્ય નિર્ણય છે.” “અમે આશા રાખીએ છીએ કે વૈશ્વિક સ્વાસ્થ્યની સ્થિતિ ટૂંક સમયમાં સુધરશે.” અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે ફરીથી આંતરરાષ્ટ્રીય હોકી મેચનો આનંદ માણી શકાય.
આ પણ વાંચો : સીનિયર હોકી ટીમમાં સ્થાન બનાવવાનું લક્ષ્યાંક: સુમન દેવી
એફઆઈએચ હોકી પ્રો લીગ (Pro Hockey) ની બીજી સીઝન (પુરુષો અને મહિલા વર્ગમાં વિશ્વની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ટીમોની વાર્ષિક વૈશ્વિક લીગ) આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ હતી અને રોગચાળાને કારણે મે 2021 માં આગળ વધી છે.
AuthorL: Vishal Vaja