Home More Sports ભારતએ WADA ને વિગ્યાનિક સંશોધન માટે 1 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યુ

ભારતએ WADA ને વિગ્યાનિક સંશોધન માટે 1 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યુ

3828
0
WADA
WADA

New Delhi (SportsMirror.in) : વિશ્વની અન્ય સરકારોમાં સૌથી વધુ ફાળો આપનારા વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA) ના વિગ્યાનિક સંશોધન બજેટમાં ભારતે  1 મિલિયનનું વચન આપ્યું છે. ભારતે આ અનુદાન એવા સમયે આપ્યું છે જ્યારે રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા (NDTL) ના સસ્પેન્શનથી દેશના એન્ટી ડોપિંગ પ્રોગ્રામ પર વિપરીત અસર પડી છે. વાડા આગામી વર્ષની શરૂઆતમાં એનડીટીએલની નિરીક્ષણ કરશે.

સૂચિત ભંડોળ WADA ને આધુનિક સ્તરની એન્ટી ડોપિંગ ટેસ્ટ અને ડિટેક્શન સિસ્ટમ વિકસાવવામાં મદદ કરશે. આ નાણાંનો ઉપયોગ WADA ના સ્વતંત્ર તપાસ અને ગુપ્તચર વિભાગને મજબૂત બનાવવા માટે પણ કરવામાં આવશે. રમત મંત્રાલયના નિવેદન અનુસાર, “ભારતનું આ યોગદાન ચીન, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત સહિત વિશ્વના અન્ય દેશોની સરકારોમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો : લોકડાઉન દરમિયાન લોકો ચેસ પ્રત્યે ઝુકાવ વધાતા જોઈ વિશ્વનાથન આનંદ પ્રસન્ન થયો

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) તમામ સભ્ય દેશોના યોગદાનમાં સમાન ફાળો આપશે જેથી એક કરોડ ડોલરનું ભંડોળ ઉભું થઈ શકે. રમતના પ્રધાન કિરન રિજિજુએ વાડા (WADA) ના પ્રમુખ વિટોલ્ડ બાન્કાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભારતને સંશોધન અને વિકાસ માટેના વાડા ફંડને એક વખતની આર્થિક સહાય આપતા આ સમાચાર તમારી સાથે શેર કરવામાં ખુશી છે. આશા છે કે ભારતનું આ યોગદાન આ ભંડોળના 10 કરોડ ડોલરના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના પ્રયત્નોને મજબૂત બનાવશે.

Author: Rahul Joshi