Home More Sports ભારતીય બિલિયર્ડ દિગ્ગજ પંકજ અડવાણીએ 22મું વર્લ્ડ ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો

ભારતીય બિલિયર્ડ દિગ્ગજ પંકજ અડવાણીએ 22મું વર્લ્ડ ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો

46
0
PC : Google

Mumbai (SportsMirror.in) : ભારતનો ક્યુ રમતમાં દિગ્ગજ ગણાતો એવો યુવા બિલિયર્ડ ખેલાડી પંકજ અડવાણી (Pankaj Advani) એ ફરી ભારતને ગૌરવ અપાવ્યું છે. પંકજ અડવાણીએ 22મું વર્લ્ડ ટાઇટલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેણે ક્યુ સ્પોર્ટ્સમાં 150 અપ ફોર્મેટમાં સતત ચોથું IBSF વર્લ્ડ  બિલિયર્ડનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. મહત્વનું છે કે પંકજ અડવાણીએ છેલ્લા 6 વર્ષમાં કુલ 5 ટાઇટલ પોતાના નામે કર્યા છે. જે હજુ સુધી પોતાના નામે રેકોર્ડ અકબંધ છે. તેને કોઇ જ તોડી શક્યું નથી. તેણે ગત વર્ષે પણ આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં પંકજ અડવાણી (Pankaj Advani) એ ફાઇનલ મેચમાં સ્થાનિક ખેલાડી દાવેદા થ્વાય સામે 6-2 થી આસાન જીત મેળવી હતી.

પંકજએ ફાઇનલ મેચમાં 3-0થી લીડ મેળવી મેચમાં શાનદાર શરૂઆત કરી હતી
ભારતીય બિલિયર્ડ સ્ટાર પંકજ અડવાણીએ ફાઇનલ મેચમાં શાનદાર શરૂઆત કરી અને 145, 89 અને 127ના બ્રેકની સાથે 3-0ની લીડ મેળવી લીધી હતી. થ્વાય ઓએ 63 અને 62ના બ્રેકની સાથે આગામી ફ્રેમ જીતી હતી. અડવાણીએ ત્યારબાદ 150ના અતૂટ બ્રેક અને 74ના બ્રેકની સાથે આસાનીથી મુકાબલો જીતી લીધો જેથી થ્વાય ઓ મેં સતત બીજા વર્ષે સિલ્વર મેડલથી સંતોષ કરો પડ્યો હતો.

PC : Google

પંકજ અડવાણી એક માત્ર ખેલાડી છે જેણે 6 વાર ટાઇટલ જીત્યા છે
ભારતનો બિલિયર્ડ સ્ટાર પંકજ અડવાણીથી વધુ વિશ્વ ક્યૂ ટાઇટલ કોઈ ખેલાડીએ જીત્યા નથી. આમ આ સાથે પંકજ અડવાણીએ 22મું ટાઇટલ જીત્યા છે. આ ઐતિહાસીક જીત બાદ કહ્યું કે, ‘હું દર વર્ષે જ્યારે પણ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લઉ છું, એક વસ્તુ સ્પષ્ટ હોય છે મારી પ્રેરણામાં કોઈ કમી નથી. આ જીત તે વાતનો પૂરાવો છે કે મારી ભૂખ અને મારા અંદરની આગ હજુ સુધી યથાવત છે.’ અડવાણીએ 24 કલાકની અંદર સ્નૂકરમાં લય હાસિલ કરવી પડશે કારણ કે તેણએ આઈબીએસએફ વિશ્વ 6 રેડ સ્નૂકર અને વિશ્વ ટીમ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે.