Home Cricket ભારતીય ક્રિકેટના દિગ્ગજ કપિલ દેવ 24 વર્ષ બાદ ફરી ભારત માટે રમશે

ભારતીય ક્રિકેટના દિગ્ગજ કપિલ દેવ 24 વર્ષ બાદ ફરી ભારત માટે રમશે

1124
0
Photo Source : Google

29 જુલાઇ, (SportsMirror.in), મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમને 1983માં પહેલીવાર વર્લ્ડ કપનો તાજ અપાવનાર કિપલ દેવ હવે ફરી ટીમ ઇન્ડિયાનું પ્રભુત્વ કરતા જોવા મળશે. પણ કપિલ દેવ આ વખતે ક્રિકેટમાં નહિ પરંતુ ગોલ્ફમાં ભારત માટે રમતાં જોવા મળશે. ક્રિકેટથી 24 વર્ષ પહેલા સંન્યાસ લઈ ચૂકેલા કપિલ દેવ 2018 એશિયા પેસિફિક સીનિયર ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.

દિલ્લીના જેપી ગ્રિન્સ ગોલ્ફ કોર્સમાં આયોજન થયું
ભારતને પોતાની કેપ્ટનશીપમાં 1983માં વર્લ્ડકપ અપાવનાર કપિલ દેવે ઓલ ઈન્ડિયા સીનિયર ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનના દમ પર આ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. ઓલ ઈન્ડિયા સીનિયર ટૂર્નામેન્ટ જુલાઈમાં નોએડાના જેપી ગ્રીન્સ ગોલ્ફ કોર્સમાં આયોજિત કરવામાં આવ્યું હતું.

જાપાનમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
એશિયા પેસિફિક સીનિયર ગોલ્ફ ટૂર્નામેન્ટ 17થી 19 ઓક્ટોબર સુધી જાપાનના મિયાકાઝીમાં ટોમ વોટ્સન ગોલ્ફ ક્લબમાં રમવામાં આવશે.

કપિલ દેવે વેસ્ટ ઇન્ડિઝ સામે છેલ્લી વન-ડે મેચ રમી હતી
ચંદિગઢમાં જન્મેલા 59 વર્ષના કપિલ દેવે 1994માં વેસ્ટ ઈન્ડિઝ સામે કરિયરની છેલ્લી વન ડે રમી હતી. તેના નામે ટેસ્ટમાં 5248 રન ઉપરાંત 434 વિકેટ છે. હરિયાણા હરિકેન્સનાં નામે ફેમસ કપિલે વન ડેમાં 3783 રન બનાવ્યા અને 253 વિકેટ ઝટકી હતી.

સ્પોર્ટસ જગતના તમામ સમાચારો તમારી ગુજરાતી ભાષામાં જાણવા માટે Subscribe કરો : www.sportsmirror.in