Home More Sports ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમ ઓલ્મપિકમાં ક્લોલિફાઇ થવામાં નિષ્ફળ

ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમ ઓલ્મપિકમાં ક્લોલિફાઇ થવામાં નિષ્ફળ

156
0
Sharath Kamal (PC : Getty Images)

Ahmedabad (SportsMirror.in) : ભારતીય ટેબલ ટેનિસ ટીમને પ્લેઓફ મેચમાં ચેક ગણરાજ્ય સામે 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો અને આ હાર સાથે જ ભારતીય ટીમ ઓલિમ્પિક (Olympic 2020) રમત માટે ક્વોલિફાઇ થઇ શકી નથી. પુરુષ યુગલની પહેલી મેચમાં શરત કમલ અને હરમીત દેસાઇને (Olympic 2020) ટોમસ પોલંસ્કી અને લુબોમીર જેનકેરિકના હાથે 1-3 (14-12,5-11,9-11,9-11)થી  હારનો સામનો કરવો પડ્યો હતો.

હવે ભારતીય ટીમ આગામી 12 એપ્રિલ સુધી થાઇલેન્ડમાં યોજવા જઇ રહેલા એશિયાઇ ઓલ્મપિક ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં પોતાનું નસિબ આજમાવા જશે. ભારતની ટીમ વિશ્વમાં ટેબલ ટેનીસ ટીમમાં નવમાં નંબર પર આવે છે. આ વખતે ભારતને શરૂઆતની મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : NBA સ્ટાર Kobe Bryant અને પુત્રીનું હોલિકોપ્ટર અકસ્માતમાં મોત નિપજ્યું

હાર પછી જી સાથિયન દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી. આ ટ્વીટમાં તેઓ લખે છે કે દુર્ભાગ્ય સાથે ટીમ સ્પર્ધાની રેસમાંથી બહાર થઇ ગઇ છે, પરંતુ ટોક્યો ઓલ્મપિકમાં એકલ સ્પર્ધામાં જીત મેળવવાનો પ્રયત્ન કરીશું. એકદમ મજબહત કમબેક કરીશું. આ સીવાય તમને જણાવી દઇએ કે અગાઉ ભારતીય મહિલા ટીમ પણ તેના પ્લેઓફમાં ફ્રાંસ સામે 2-3થી હારી ગઇ હતી.