Home More Sports કોરોના ને કારણે સ્પેનમાં ફસાઇ ભારતીય ટેનિસ ખેલાડી, સરકાર પાસે માંગી મદદ

કોરોના ને કારણે સ્પેનમાં ફસાઇ ભારતીય ટેનિસ ખેલાડી, સરકાર પાસે માંગી મદદ

2059
0
Table Tennis (PC : Google)

Mumbai (SportsMirror.in) : ભારતીય મહિલા ટેનિસ (Table Tennis) ખેલાડી તાકેમી સરકાર સ્પેમાં ફસાઇ ગઇ છે. કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં લોકડાઉની પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું છે અને તેના કારણે મોટી સંખ્યામાં લોકો અલગ-અલગ જગ્યા પર ફસાઇ ગયા હોવાના સમાચાર અવારનવાર આપણી સામે આવી રહ્યા છે. તમને (Table Tennis) જણાવી દઇએ કે તાકેમા સ્પેનમાં લીગમાં ભાગ લેવા માટે ગઇ હતી અને કોરોના વાયરસના કારણે લોકડાઉન થવાથી ત્યાં જ ફસાઇ ગઇ છે.

સ્પેનમાં ભારતીય દુતાવાસ પાસે મદદ માંગી
તેણીએ આ મામલે સ્પેનમાં આવેલા ભારતીય દૂતવાસ પાસે આ મામલે મદદ માંગી છે. ભારતમાં કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઇને વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસ માટે લોકડાઉનની જાહેરા કરવામાં આવી છે. જેના કારણે તેણી ભારત આવી શકે તેમ નથી. તાકેમી જણાવે છે કે તેણીની 24 માર્ચના રોજ ભારત પરત ફરવાની હતી પરંતુ લોકડાઉન થવાથી તેણી સ્પેનમાં ફસાઇ ગઇ છે. તેણીએ એક વીડિયો મારફતે પોતાની પરિસ્થિતિ લોકો સમક્ષ રજૂ કરી હતી.

વીડિયો દ્વારા પોતે સુરક્ષિત હોવાનું જણાવ્યું
તેણીએ વીડિયોમાં જણાવ્યું હતું કે પોતે સ્પેનમાં એકદમ સુરક્ષિત છે તેમજ કલ્બ દ્વારા તેણીની યોગ્ય સંભાળ લેવમાં આવી રહીં છે. તેણીએ ભારતીય દૂતવાસનો સંપર્ક કર્યો હતો પણ તેમના દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. આ સીવાય તેણીએ 11 એપ્રિલની નવી ટિકિટ કરાવી છે અને હવે રાહ જોઇ રહીં છે. તેણી રાષ્ટ્રીય ટેનિસ રેંકિંગમાં 14માં નંબર પર છે.

આ પણ વાંચો : ટોકિયો ઓલંપિક સ્થગિત થતા તેની સીધી અસર ગોલ્ડન રિટાયરમેન્ટ પર

કોરોના વાયરસના કહેરથી લોકોના મૃત્યુની સંખ્યા વધી રહી છે
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ જાહેર કરવામાં આવેલા રેકિંગમાં તેનો રેન્ક 14માં નંબર છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સ્પેનમાં 73 હજારને પાર થઇ ગઇ છે. તો ભારતમાં કોરોના વાયરસથી અસર પામેલા લોકોની સંખ્યા 1000 ને પાર પહોંચી ગઇ છે. જ્યારે 26 લોકોના મૃત્યુ થયા છે. કોરોના વાયરસથી ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે.