Buenos Aires (SportsMirror.in) : ભારતીય મહિલા (Indian Women Hockey) હોકી ટીમને આર્જેન્ટિનાના (Argentina Team) પ્રવાસ પર હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં યજમાનની બી-ટીમે 2-1થી જીતી હતી. આર્જેન્ટિના માટે સોલ પાગેલાએ 11મી મિનિટે ગોલ કર્યો જ્યારે ભારતીય ફોરવર્ડ સલીમા ટેટેએ 54મી મિનિટે ગોલ કરી સ્કોર સરભર કર્યો હતો. જેની 3 મિનિટ બાદ ભારતીય ડિફેન્સને તોડી આગસ્ટિના ગોર્જેલાનીએ આર્જેન્ટિના માટે વિજયી ગોલ કર્યો હતો.
Take a look at some images captured from this morning’s action-packed match between 🇮🇳 and 🇦🇷 !
Full Album: https://t.co/FDG5tdIE0O#IndiaKaGame #INDvARG @IndiaSports @Media_SAI @sports_odisha @CMO_Odisha @ArgFieldHockey pic.twitter.com/I4DyvZltTR
— Hockey India (@TheHockeyIndia) January 23, 2021
ગત મેચોમાં ભારતીય મહિલા હોકી (Indian Women Hockey) ટીમે આર્જેન્ટિનાની જૂનિયર ટીમો સામે 2-2 અને 1-1 થી મેચ ડ્રો રમી હતી. મુખ્ય કોચ શોર્ડ મારિને કહ્યું કે,‘અમે આજે આર્જેન્ટિનાની મજબૂત ટીમ સામે રમ્યા, ટીમમાં આર્જેન્ટિનાના સિનિયર ટીમના ખેલાડીઓ પણ સામેલ હતા. આવતા અઠવાડિયે સિનિયર ટીમ સામે રમતા પહેલા આ તૈયારી સારી હતી. અમે નિયમિત સમય પૂર્ણ થતા પહેલા પેનલ્ટી કૉર્નર ગુમાવ્યો. જેમાં સુધાર કરવાની જરૂર છે.’
યજમાન આર્જેન્ટિના (Argentina Team) ટીમે મેચના પ્રારંભથી જ આક્રમક હોકી રમવાની નીતિ અપનાવી અને 6 મિનિટની અંદર સતત 2 પેનલ્ટી કૉર્નરની તક ઉભી કરી. જોકે ગોલકીપર રજનીએ ગોલ થવા દીધા નહીં. જોકે યજમાન ટીમે પાગેલાએ કરેલા 11મી મિનિટના ગોલથી સરસાઈ મેળવી.
આર્જેન્ટિનાના મજબૂત ડિફેન્સને કારણે ભારતીય મહિલા ટીમ (Indian Women Hockey) પેનલ્ટી કૉર્નરની તક ઉભી કરી શકી નહીં. ભારતને પ્રથમ પેનલ્ટી કોર્નર 23મી મિનિટે મળ્યો પરંતુ ગુરજીત કૌર આ સમયે ગોલ કરી શકી નહીં. આર્જેન્ટિનાએ 43મી અને 51મી મિનિટે પેનલ્ટી કૉર્નરની તકો ઉભી કરી પણ તેને સફળતા મળી નહીં.
આ પણ વાંચો : સીનિયર હોકી ટીમમાં સ્થાન બનાવવાનું લક્ષ્યાંક: સુમન દેવી
ભારત (Indian Women Hockey) ને 54મી મિનિટે પેનલ્ટી કોર્નર મળતા સલીમાએ રિબાઉન્ડ પર ગોલ કર્યો. હૂટર અગાઉ જ ભારતને ડિફેન્સમાં ભૂલ કરવાનું પરિણામ ભોગવવું પડ્યું. હવે આગામી મેચમાં ભારતનો સામનો રવિવારે આર્જેન્ટિનાની બી ટીમથી થશે.
Author: Sarah Ali